વડોદરામાં સગીરા સાથે વારંવાર દુષ્કર્મ આચરનાર વિધર્મી યુવક ઝડપાયો, થશે ધરપકડ

0
29
Share
Share

વડોદરા,તા.૨૩

વડોદરા શહેરના વાસણા રોડ પર ૩ વર્ષ પહેલાં ૧૧માં ધોરણમાં ભણતી સગીરાને સાથે દુષ્કર્મ આચરનાર ૩૪ વર્ષના વિધર્મી રીક્ષાચાલક યુવકની જે.પી. રોડ પોલીસે અટકાયત કરી છે. રીક્ષાચાલક યુવકે સગીરાને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ સગીરા પુખ્ત થઇ ત્યાં સુધી તેની સાથે વારંવાર દુષ્કર્મ કર્યું હતું. સગીરા ગર્ભવતી થતાં તેણે ગર્ભપાત પણ કરાવ્યો હતો. આ મામલે પોલીસે યુવતીની ફરિયાદના આધારે ગુનો નોંધીને રિક્ષાચાલક મોહમ્મદ તોસિફ મોહમ્મદ શરીફ કાજીની અટકાયત કરીને તેનો કોરોના ટેસ્ટ કરાવવાની તજવીજ કરી હતી. હાલ ૨૦ વર્ષની યુવતી ૨૦૧૭માં ૧૧મા ધોરણમાં અભ્યાસ કરતી હતી.

તે રિક્ષા ચલાવતા મોહમ્મદ તોસીફ મોહમ્મદ શરીફ કાજી (રહે. ફિરોજ નગર, વાસણા રોડ)ની રીક્ષામાં અટલાદરામાં ટ્યૂશન ક્લાસમાં જતી હતી અને જેથી તે તેના સંપર્કમાં આવી હતી. તોસિફે તેને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી હતી. સગીરાને તેના ટ્યૂશન ક્લાસમાંથી તોસીફ તેના વાસણા રોડ પર ફિરોજ નગરના મકાનમાં લઈ જતો હતો અને ત્યાં વારંવાર સગીરાની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ કર્યું હતું. ૨૦૧૭થી ૨૦૧૯ સુધી સગીરા જ્યાં સુધી પુખ્ત વયની થઇ ત્યાં સુધી તોસિફે તેની સાથે દુષ્કર્મ કર્યુ હતું, જેથી સગીરા ગર્ભવતી થઈ હતી. સગીરાને ૪ માસનો ગર્ભ રહેતાં તોસીફે તેને ગર્ભ પડાવવાની ગોળી પીવડાવી ગર્ભપાત કરાવ્યો હતો. ત્યારબાદ સગીરા સાથેના સંબંધોના ફોટા પણ પાડ્યા હતા,

જે વાઇરલ કરવાની ધમકી આપી હતી. પોલીસે પોક્સો, આઈટી એક્ટ, ગર્ભપાત અંગેની કલમ અને દુષ્કર્મનો ગુનો નોંધી તોસીફ કાજીને ઝડપી પાડ્યો હતો. રીક્ષાચાલક તોસીફ ૨૦૧૭ના ફેબ્રુઆરીમાં વેલેન્ટાઈન ડે પછીના દિવસે સગીરાને તેના ઘેર લઈ ગયો હતો અને લગ્નની લાલચ આપી હતી. જોકે સગીરાએ પોતે સગીર હોવાનું જણાવતાં લગ્ન નહીં થઈ શકે તેમ કહેતાં તોસીફે ૧૮ વર્ષની ઉંમર પછી કાયદેસર લગ્ન કરી ઘર આપવાની લાલચ આપી હતી. ત્યાર પછી દુષ્કર્મ કર્યું હતું. ૨૦૧૯ના ડિસેમ્બરમાં સગીરાને ગર્ભ રહેતાં સગીરાના ખોટા નામથી હોસ્પિટલમાં ચકાસણી કરાવી હતી અને ક્યાંકથી ગોળી લાવી સગીરાને પીવડાવતાં ગર્ભપાત થઈ ગયો હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here