વડોદરામાં વોટ્‌સઅપ પર ચાલતું સેક્સ રેકેટ ઝડપાયું, પોલીસે બે યુવતીઓને છોડાવી

0
23
Share
Share

વડોદરા,તા.૨૪

શહેરમાં સેક્સ રેકેટ ચલાવવા માટે નોર્થ-ઇસ્ટથી છોકરીઓ લાવી દેહવેપાર કરાવવામાં આવતો હતો. જેની માટે એસ્કોર્ટ નામની વેબસાઇટ બનાવી ગ્રાહકો માટે એક વોટ્‌સઅપ નંબર આપવામાં આવતો હતો. જેથી સંપર્ક કરતા સામેથી યુવતીઓના અશ્લિલ ફોટા મોકલી ભાવ નક્કી કરવામાં આવતો હતો. આમ વોટ્‌સઅપ પર ચાલતા સેક્સ રેકેટની જાણ કારેલીબાગ પોલીસને થતાં પર્દાફાશ કરી એક શખ્સની ઘરપકડ કરી બે પરપ્રાંતિ યુવતીઓને આ રેકેટમાંથી છોડાવી લેવામાં આવી હતી.

બનાવ અંગે કારેલીબાગ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એ જાડેજાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, વોટ્‌સઅપના માધ્યમથી સેક્સ રેકેટ ચાલતુ હોવાની માહિતી પોલીસને મળી હતી. જેના પરિણામે તપાસ કરતા એસ્કોર્ટ સર્વિસના નામને જુદા જુદા વેબ પેજ બનાવી વોટ્‌સઅપ નંબર આપવામાં આવ્યો હતો. સેક્સ રેકેટનો પર્દાફાશ કરવા માટે પોલીસે છટકું ગોઠવ્યું હતું. વેબસાઇટ પર આપેલા નંબર ઉપર ડમી ગ્રાહક મારફતે સંપર્ક કરવામાં આવ્યો હતો. વોટ્‌સઅપ પર સંપર્ક કરતા તુંરત જ સામેથી યુવતીઓના અશ્લિલ ફોટા મોકલી ભાવ તાલ નક્કી કરવામાં આવ્યો હતો.

ડમી ગ્રાહકે ભાવ તાલ નક્કી કરતા એક શખ્સ ફોર વ્હિલર કારમાં યુવતીને લઇને વી.આઇ.પી રોડ પર પહોંચ્યો હતો. જ્યાં વોચમાં રહેલી પોલીસે દિલ્હીના જીવન શ્રીલાલ ભુલ ( મુળ પસ્શિમ દિલ્હી, હાલ રહે. ચંદન મહેલ હોટલ, સયાજીગંજ) ને ઝડપી પાડ્યો હતો. જીવન સામે અગાઉ વર્ષ ૨૦૧૯માં સયાજીગંજ અને ગોરવા પોલીસ સ્ટેશન ખાતે ઇમમોરલ ટ્રાફિકીંગ એક્ટ હેઠળ ગુનો નોંધાયેલો છે. જે મોબાઇલ નંબર મારફતે જીવન અગાઉ સેક્સ રેકેટ ચલાવતો હતો તે જ નંબરનો હાલમાં પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here