વડોદરામાં રોજગારીની માંગ સાથે યુથ કોંગ્રેસે સાંસદના ઘરનો ઘેરાવનો પ્રયાસ કર્યો, ૧૫ની અટકાયત

0
18
Share
Share

વડોદરા,તા.૧૨

આજે રાષ્ટ્રીય યુવા દિને શહેર યુથ કોંગ્રેસ દ્વારા વડોદરાના સાંસદને ઘેરાવો કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. યુથ કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા સાંસદ સભ્યના ઘેરાવના કાર્યક્રમને પગલે પોલીસ તંત્ર દ્વારા નિઝામપુરામાં રહેતા સાંસદ રંજનબહેન ભટ્ટના ઘર પાસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. યુથ કોંગ્રેસના પ્રમુખ અસ્ફાક મલેકની આગેવાનીમાં મોટી સંખ્યામાં કાર્યકરો સાંસદના ઘર પાસે પહોંચી ગયા હતા. જોકે, કાર્યકરો સાંસદના ઘરે હલ્લાબોલ કરવા જાય તે પહેલા બંદોબસ્તમાં ઉભેલી પોલીસે તમામ ૧૫ જેટલા કાર્યકરોની અટકાયત કરી લીધી હતી.

પોલીસ દ્વારા કાર્યકરોની અટકાયત કરવામાં આવતા કાર્યકરો દ્વારા બેકારી દૂર કરો. યુવાઓને રોજગારી આપો, બેરોજગારોની રોજગારી આપો જેવા સૂત્રોચ્ચાર કર્યાં હતા. કાર્યકરોને ભારે સૂત્રોચ્ચારને પગલે સોસાયટીના લોકો પણ ઘરની બહાર નીકળી ગયા હતા. યુથ કોંગ્રેસના આજના કાર્યક્રમે સાંસદના નિવાસ્થાન વિસ્તારમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. વડોદરા શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ અસ્ફાક મલેકે જણાવ્યું હતું કે, આજે રાષ્ટ્રીય યુવા દિન છે. સમગ્ર દેશમાં રાષ્ટ્રીય યુવા દિનની ઉજવણી કરવામાં આવી રહી છે, પરંતુ, બેરોજગાર યુવાનોની સરકાર દ્વારા કોઇ વાત સાંભળવામાં આવતી નથી.

દિવસને દિવસે બેરોજગાર યુવાનોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. સરકાર દ્વારા રોજગારી પૂરી પાડવાના માત્ર ઠાલા વચનો આપવામાં આવી રહ્યા છે. વર્ષે ૨ કરોડ નોકરી આપવાના વચનો આપીને સત્તા ઉપર આવેલી ભાજપ સરકાર પોતાના વચનો પૂરી કરવામાં ધરાર નિષ્ફળ ગઇ છે. ભાજપ સરકારમાં રોજગારીની માંગ કરનાર યુવાનોને રોજગારીના બદલે લાકડીઓ ખાવાનો વખત આવ્યો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here