વડોદરામાં રાત્રે સ્ટ્રીટ લાઇટનો બલ્બ સળગીને રોડ પર પડતા મચી નાસભાગ

0
12
Share
Share

વડોદરા,તા.૧૪

વડોદરા શહેરના જેલ રોડ ઉપર સ્ટ્રીટ લાઇટના થાંભલાના લેમ્પમાં મોડી રાત્રે આગ લાગી હતી. આગ લાગતા જ સ્ટ્રીટ લાઇટનો સળગતો બલ્બ રોડ ઉપર પડ્યો હતો. જેને પગલે વાહન ચાલકોમાં ભાગદોડ મચી ગઇ હતી. વાહનોથી ધમધમતા માર્ગ ઉપર પડતાં પસાર થઇ રહેલા વાહન ચાલકોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો. સદભાગ્યે કોઇ જાનહાની થઇ નથી, પરંતુ, પાલિકાના સ્ટ્રીટ લાઇટીંગ વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. મોડી રાત્રે બનેલા આ બનાવનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. વડોદરા શહેરના રસ્તાઓ પર પાલિકા દ્વારા સ્ટ્રીટ લાઇટો નાખવામાં આવેલી છે.

આ સ્ટ્રીટ લાઇટોના સમારકામ કરવામાં આવે છે. તેમ છતાં સ્ટ્રીટ લાઇટોના મેઇન્ટેનન્સની થતી કામગીરી આડેધડ કરવામાં આવતી હોવાથી ગંભીર પ્રકારના બનાવો બને છે. શહેરના જેલ રોડ ઉપર લગાવવામાં આવેલી સ્ટ્રીટ લાઇટો પૈકી એક સ્ટ્રીટ લાઇટના બલ્બમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હતી. આગ લાગતા જ સ્ટ્રીટ લાઇટનો બલ્બ નીચે પડ્યો હતો. બલ્બ નીચે પડ્યા પછી પણ આગ ચાલુ રહી હતી. જોકે, આ બનાવમાં કોઇ જાનહાની થઇ નથી. પરંતુ, રોડ ઉપર સળગી રહેલા બલ્બ અને વાયરોએ પસાર થતાં વાહન ચાલકોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો. જેલ રોડ વાહનોથી ધમધમતો રહે છે.

આ ઉપરાંત સયાજી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓના કુટુંબીઓની પણ જેલ રોડ ઉપર અવર-જવર રહેતી હોય છે. ત્યારે મોડી રાત્રે સળગતો બલ્બ રોડ ઉપર પડતાં લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો. રાત્રે બનેલા આ બનાવ અંગેની જાણ પાલિકાના ઇલેકટ્રીક વિભાગને થતાં તુરંત જ કર્મચારીઓ દોડી આવ્યા હતા અને કામગીરી શરૂ કરી હતી. સદભાગ્યે આ બનાવમાં કોઇ જાનહાની થઇ નથી, પરંતુ, આ ઘટનાનો લાઇવ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here