વડોદરામાં ભાજપના મહિલા કાઉન્સિલરે બર્થ ડેની ઉજવણીમાં કોરોના ભૂલ્યા

0
20
Share
Share

વડોદરા,તા.૨૮
કોરોના મહામારી દરમિયાન વડોદરા શહેરમાં ભાજપના વધુ એક કાઉન્સિલર ભાન ભૂલ્યા છે. વોર્ડ નં-૧૮ના મહિલા કાઉન્સિલર ગાર્ગી દવે જન્મદિવસની ઉજવણીમાં ટોળા ભેગા કરીને કેક કાપી હતી અને તમામ નિયમો નેવે મૂકીને જન્મદિવસની ઉજવણી કરી હતી અને કોરોના ગાઈડલાઈનના ધજાગરા ઉડાવ્યા હતા. હાલ કોરોના મહામારી ચાલી રહી છે અને રાત્રિ કર્ફ્યૂ લગાવીને કોરોનાને કાબૂમાં લેવાના પ્રયાસો ચાલી રહ્યા છે, ત્યારે ભાજપના નેતાઓ કોરોના સંક્રમણ વધારે તે પ્રકારના કાર્યક્રમો કરી રહ્યા છે.
વડોદરા શહેરના વોર્ડ નં-૧૮ના ભાજપના કાઉન્સિલર ગાર્ગી દવેએ જન્મદિવસની ઉજવણીમાં સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડાવ્યા હતા. ગાર્ગી દવેએ જન્મદિવસની ઉજવણીમાં લોકોને એકત્ર કર્યાં હતા અને માસ્ક પહેર્યા વિના જ જન્મદિવસની ઉજવણી કરી હતી અને કોરોનાને ખુલ્લુ આમંત્રણ આપ્યું હતું. આ પહેલા વડોદરા શહેરના માજી મેયર અને શહેર ભાજપના મહામંત્રી સુનિલ સોલંકીની બર્થ ડેની ઉજવણીમાં પણ માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતા સયાજીગંજ પોલીસે સુનિલ સોલંકી સહિત ૧૦ જણા સામે ગુનો નોંધ્યો હતો.
જેમાં ૬ કાર્યકરોની અટકાયત કરાઇ હતી. ભાજપના જ કાર્યલાયમાં નવા મહામંત્રીએ કાર્યકરોને ટોળે વાળી બર્થ ડે કેક કાપી હતી. જેમાં કોઇ માસ્ક પહેર્યા ન હતા. અગાઉ ગાંધીનગર ગૃહ ખાતે ઇ લોકાપર્ણ બાદ ભાજપના હોદ્દેદારો ટોળે વળ્યા હતા. બુધવારે શહેર ભાજપના નવા હોદ્દેદારોની પરિચય બેઠક ના ફોટો સ્ટેશનમાં માસ્ક ન પહેરવા તથા સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતા વિવાદ ઉભો થયો હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here