વડોદરામાં ભરપૂર વરસાદઃ વડસર,કોટેશ્વર ગામ સંપર્ક વિહોણાઃ ૩૮ લોકોનું રેસ્ક્યુ કરાયુ

0
24
Share
Share

વડોદરા,તા.૧

વડોદરા શહેરના મધ્યમાંથી વિશ્વામિત્રી નદીમાં પૂરની સ્થિતિને પગલે વડસર અને કોટેશ્વર ગામ સંપર્ક વિહોણા બની ગયા છે. વડસર પાસે આવેલી કાંસા રેસિડેન્સીમાંથી ૩૮ જેટલા લોકોને ફાયર બ્રિગેડે રેસ્ક્યૂ કર્યાં હતા. જોકે હજી પણ ૧૫૦ જેટલા લોકો કાંસા રેસિડેન્સીમાં ફસાયેલા છે.

વડસર ગામ પાસે આવેલી ભેસાસુરની ડેરી વિસ્તાર પાસે ૫૦ જેટલા કાચા મકાનો આવેલા છે. જેમાંથી ૨૫થી ૩૦ જેટલા મકાનોમાં પૂરના પાણી ઘૂસી ગયા છે. જેને પગલે ૫૦ જેટલા લોકો સલામત સ્થળે ખસી ગયા છે. જોકે કેટલાક ઘરોમાં હજી પાણી ઘૂસ્યા ન હોવાથી લોકો ઘરમાં જ છે.

વડોદરા શહેરના છેવાડે આવેલુ કોટેશ્વર ગામ અને કાંસા રેસિડેન્સી સંપર્ક વિહોણા બની ગયા છે. જેને પગલે ૫૦૦ જેટલા લોકો ફસાયા છે. ફાયર બ્રિગેડની ટીમે અહીંથી લોકોને સલામત રીતે બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું છે. દર વર્ષે કોટેશ્વર ગામ અને કાંસા રેસિડેન્સી સંપર્ક વિહોણા બની જાય છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here