વડોદરા,તા.૮
વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનના છજીૈંનું ફરજ દરમિયાન હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. આજે તેમની અંતિમ વિધિ કરવામાં આવી હતી. આ સમયે મૃતકના ભાઈ ડીવાયએસપી એસ.કે. વાળાને ગળે મળીને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા અને પરિવાર હિબકે ચડ્યો હતો. વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં સોમનાથનગરમાં રહેતા અને તાલુકા પોલીસ સ્ટેશનનના એએસઆઈ સુરેશભાઈ.એમ. વાળા(ઉ.૫૪) એક્સપ્રેસ હાઈવે નજીક પેટ્રોલિંગમાં હતા, તે સમયે અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. જેથી આસપાસના લોકો તુરંત જ દોડી આવ્યા હતા અને ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ ઉપર દોડી ગયા હતા.
પીએસઆઈને તુરંત જ છાણીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. ત્યાર બાદ તેમના મૃતદેહનું સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. પોલીસકર્મીના અચાનક મૃત્યુને પગલે પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનના છજીૈંની આજે અંતિમ વિધિ કરવામાં આવી હતી. આ સમયે ડીવાયએસપી એસ,કે. વાળા પહોંચ્યા હતા. મૃતક પોલીકર્મીના ભાઈ ડીવાયએસપીને ગળે મળીને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા.
એએસઆઈ સુરેશભાઈ વાળાના અવસાન બાદ પોલીસ વિભાગ દ્વારા પોલીસ વેલ્ફેર ફંડમાંથી પરિવારજનોને ૫૦ હજાર રૂપિયાની સહાય કરવામાં આવી હતી. આ ઉપરાંત ઓછા મહેકમના લીધે વધી રહેલા કામના ભારણને કારણે આ ઘટના બની હોવાની પોલીસ બેડામાં ચર્ચા ચાલી રહી છે.