વડોદરામાં પ્રતિબંધના બીજા જ દિવસે જ્યુબિલીબાગમાં ચાલતા યોગ ક્લાસમાં ગરબા અને ટીમ્લીની રમઝટ

0
21
Share
Share

વડોદરાતા.૧૦

કોરોનાને લઈ રાજ્ય સરકાર દ્વારા ગઈકાલે જ ધાર્મિક તહેવારોની ઉજવણી અને શેરી ગરબા કે અન્ય કોઈપણ ગરબા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. ત્યારે વડોદરાના જ્યુબિલીબાગ ખાતે ચાલતા યોગ કલાસ દરમિયાન મહિલાઓએ ચણિયા ચોલીમાં સજ્જ થઈ ગરબા અને ટીમ્લીની રમઝટ બોલાવી હતી.

શહેરના જ્યુબિલીબાગ ગાર્ડનમાં આજે વહેલી સવારે કેટલીક મહિલાઓએ ચણિયા ચોલીમાં સજ્જ થઈ ગરબા અને ટીમ્લીની રમઝટ બોલાવી હતી. શહેરની મધ્યમાં આવેલા જ્યુબિલીબાગ ગાર્ડનમાં ગુજરાત સ્ટેટ યોગ બોર્ડના જિજ્ઞા ગાંધી યોગ કલાસ ચલાવે છે. આ યોગ ક્લાસ સવાર સાંજ એમ બે બેચમાં ચાલે છે, જેમાં ૫૦ થી ૬૦ જેટલા સાધકો છે.૧૭ મી તારીખથી નવરાત્રીનો પ્રારંભ હોઈ ત્યારે ચાલુ વર્ષે ગરબા કરવા પર પ્રતિબંધ છે. તો યોગસાધકો યોગની સાથે સાથે ગરબાની મોજ માણી શકે તે માટે આજે ગુજરાત સ્ટેટ યોગ બોર્ડના યોગ ટીચર જિજ્ઞા ગાંધી દ્વારા ખાસ યોગ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગરબા ક્લાસની સાથે રોજ ગરબાની વાતથી મહિલાઓએ હરખ સાથે જાહેરાતને વધાવી લીધી હતી.

ગરબા ક્લાસની સાથે રોજ ગરબાની વાતથી મહિલાઓએ હરખ સાથે જાહેરાતને વધાવી લીધી હતી.

યોગ ગરબા અંગે જિજ્ઞા ગાંધીએ કહ્યું કે સોશિયલ ડિસ્ટન્સ સાથે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આરએસપી કાઉન્સિલર રાજેશ આયરે કહ્યું કે માતાજીની આરાધના યોગ દ્વારા કરવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા જે નિયમો જાહેર કરાયા છે. તેને અનુસરવાની પણ ફરજ હોવાનું તેમણે ગરબા કર્યા બાદ જણાવ્યું હતું.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here