વડોદરામાં પત્નીના બોયફ્રેન્ડનું અપહરણ કરનાર શખ્સોને પોલીસે ઝડપ્યા

0
19
Share
Share

વડોદરા,તા.૨૪

ગર્લફ્રેન્ડના પતિએ સાગરીતો સાથે આવી કહેવાતા પ્રેમી યુવાનનું કારમાં અપહરણ કરી મકરપુરા જીઆઈડીસીમાં ગોંધી રાખીને લાકડી વડે માર માર્યો હતો. અને રિવોલ્વર યુવકના લમણે ટેકવી ફરિયાદ કરીશ તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. યુવકને શોધતા શોધતા તેના દાદા ગોડાઉન પર આવી પહોંચ્યા હતા. અને પૌત્રને અપહરણકારો પાસેથી છોડાવીને લઈ આવ્યા હતા. મકરપુરા ગામના ઉંડા ફળિયામાં રહેતો રાજેન્દ્રસિંહ કરણસિંહ ચાવડા (ઉ.વ.૨૩) એ.બી.બી. કંપનીમાં નોકરી કરે છે. આમ લોકડાઉનના કારણે કંપનીમાં એક મહિનાની રજા હોવાથી રાજેન્દ્ર તેના પિતાને ફલોરમિલ ચલાવવામાં મદદ કરે છે. ગઈકાલે બપોરે રાજેન્દ્ર પરિવારજનો સાથે ઘરે જમતો હતો. તે સમયે ભાવેશ અલગોતર (રહે. વાઘોડિયા) અને અનુજ ભરવાડ બ્લેક ફિલ્મ લગાડેલી કાર લઈને આવ્યા હતા.

તારૃ કામ છે બહાર આવ તેનું કહીને અનુજે રાજેન્દ્રને બહાર બોલાવ્યો હતો. રાજેન્દ્ર પોતાના મિત્ર કેયૂર પીયુષભાઈ પેટલની સાથે એકટીવા પર બેસીને ઘરથી થોડે દૂર મળવા ગયો હતો. અનુજે રાજેન્દ્રને કારમાં બેસવા જણાવ્યું હતુ. પરંતુ રાજેન્દ્રએ ના પાડતા અનુજે જોરથી ધક્કો મારી રાજેન્દ્રને કારમાં ધકેલી દીધો હતો. ત્યારબાદ ભાવેશ અલગોતરે તેના ફોનમાં પાડેલા સ્ક્રીનશોર રાજેન્દ્રને બતાવ્યા હતા. જેમાં ભાવેશની પત્ની સીમાએ રાજેન્દ્રને બર્થડેના દિવસે કરેલા વોટસએપ મેસેજ તથા વોટ્‌સ એપ કોલના ફોટા હતા. મારી પત્નીનો નંબર તારી પાસે કઈ રીતે આવ્યો ? તેવું ભાવેશે પૂછતાં રાજેન્દ્રએ કહ્યું હતું કે, મારે બે વર્ષ પૂર્વે સીમાબેન સાથે ફ્રેન્ડશીપ હતી ક્યારેક ક્યારેક તે મને કોલ કરતી હોવાથી મારી પાસે તેમનો નંબર છે. ત્યારબાદ કાર અંદરથી લોક કરીને અનુજ તથા ભાવેશ રાજેન્દ્રને મકરપુરા જીઆઈડીસીમાં આવેલ અનુજ ભરવાડના પિતા બાબુભાઈના ભંગારના ગોડાઉનમાં લઈ ગયા હતા.

જ્યાં બાબુભાઈભાઈ ભાવેશ અલગોતર, અક્ષર ભરવાડ, ભીમા ભરવાડે વારા ફરતી લાકડી વડે રાજેન્દ્રને માર માર્યો હતો. તેમજ અક્ષર ભરવાડે રાજેન્દ્રના લમણે રિવોલ્વર મૂકીને ધમકી આપી હતી.દરમિયાન રાજેન્દ્રના દાદા પૌત્રને શોધતા શોધતા ગોડાઉને આવ્યા હતા. અને પૌત્રને મુક્ત કરાવી લઈ ગયા હતા. મકરપુરા પોલીસે આ બનાવમાં ભાવેશ અલગોતર તથા મકરપુરા ગોકુલનગરમાં રહેતા અનુજ બાલુભાઈ ભરવાડ, બાલુ કાવાભાઈ ભરવાડ, અક્ષર ખેગારભાઈ ભરવાડને ઝડપી પાડયા છે. જ્યારે ભીમો ભરવાડ પકડાયો નથી પકડાયેલા આરોપીઓને કોરોનાના ટેસ્ટ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી અપાયા છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here