વડોદરામાં નોકરી પરથી છૂટીને ઘરે જતા ૩૦ વર્ષીય યુવકને કાળ ભરખી ગયો

0
30
Share
Share

વડોદરા,તા.૩
શહેરના માંજલપુર સ્થિત કંપનીમાંથી ઘરે જવા નીકળેલા યુવકનું અવધૂત ફાટક નજીક સ્લિપ થયું હતું. જેમાં ઘટનાસ્થળે જ યુવકનું મોત નીપજ્યું હતું. રાવપુરા પોલીસે બનાવની નોંધ લઇ કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક ૬ મહિના પહેલાં જ પોલેન્ડથી અભ્યાસ કરી વડોદરા આવ્યો હતો. નોકરીથી છૂટ્યા બાદ તેણે પિતાને કોલ કરી પોતે ઘરે આવી રહ્યો હોવાનું જણાવ્યું હતું, જોકે તે ઘરે પહોંચે તે પૂર્વે તેના મોતના સમાચાર પહોંચ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર શહેરના દિવાળીપુરા વિસ્તારમાં આવેલા હીરામણી કોમ્પ્લેક્સમાં ગુણવંતભાઈ ઉર્ફે મુકુંદભાઈ ગૌરવ રહે છે. તેઓનો એક પુત્ર કેનેડામાં છે, જ્યારે બીજો ૩૦ વર્ષનો પુત્ર પૃથ્વીશ ૬ મહિના અગાઉ પોલેન્ડથી અભ્યાસ કરી વડોદરા આવ્યો હતો.
વડોદરામાં તેણે બિઝનેસ સ્ટાર્ટ કર્યો હતો, પરંતુ કોરોનાના કારણે તે સફળ થઇ શક્યો ન હતો. ૩ મહિના અગાઉ તે માંજલપુરની એમએનસી કંપનીમાં ગ્રૂપ લીડર તરીકે જોડાયો હતો. સોમવારે ફરજ પૂરી કરી ઘરે જઈ રહ્યો હતો તે સમયે તેને પિતાને કોલ કરી હું ઘરે આવુ છુ તેમ જણાવ્યું હતું. દરમિયાન અવધૂત ફાટકથી વિશ્વામિત્રી બ્રિજ તરફ જવાના માર્ગ પર તેનું સ્કૂટર સ્લિપ થઈ ગયું હતું.
અકસ્માતના બનાવમાં યુવકે ગંભીર ઇજા થતાં સ્થળ પર જ કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી. પોલીસે મૃતદેહને સયાજી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. ઘટનાની જાણ પરિવારજનોને થતાં તેઓ પણ સયાજી હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા.જુવાનજોધ પુત્રના મોતથી પરિવાર આઘાતમાં સરી પડયો હતો. પોલીસે આ અંગે અકસ્માતે મોતની નોંધી કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here