વડોદરામાં તળાવમાં ડૂબી જવાથી એક અજાણ્યા વ્યક્તિનું મોત, ફાયર વિભાગે મૃતદેહ બહાર કાઢ્યો

0
20
Share
Share

વડોદરાતા. ૧પ

શહેરના તરસાલી રાઠોડીયા વાસ પાસે આવેલા તળાવમાં એક વ્યક્તિનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. ફાયર બ્રિગેડ દ્વારા લાશ બહાર કાઢી પોલીસને સોપી હતી. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મરનારના પરિવારની શોધખોળ શરૂ કરાઈ

તરસાલી રાઠોડીયા પાસે તળાવમાં એક વ્યક્તિ પડી ગયો હોવાની જાણ ફાયર બ્રિગેડને થતાં લાશ્કરો પહોંચી ગયા હતા. અને બે કલાકની શોધખોળ બાદ મૃતદેહ શોધી કાઢ્યો હતો. તળાવમાં ડૂબી ગયેલ ક્યાનો રહેવાસી છે. તે અંગેની માહિતી મળી નથી. મકરપુરા પોલીસે લાશનો કબજો લઇ સયાજી હોસ્પિટલમાં પોષ્ટમોર્ટમ માટે મોકલી આપી મરનારના પરિવારની શોધખોળ શરૂ કરી છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here