વડોદરામાં તબીબના ઘરે ત્રાટક્યા તસ્કરો, ૧.૨૦ લાખની કરી ચોરી

0
26
Share
Share

વડોદરા,તા.૧૦

વડોદરા શહેરમાં ચોરી થવાના બે અલગ અલગ બનાવો સામે આવ્યા છે. વડોદરા રેલવે સ્ટેશન પાસેની સોસાયટીમાં ત્રાટકેલા તસ્કરોએ તબીબના મકાનને નિશાન બનાવી રૂપિયા ૧.૨૦ લાખની કિંમત ધરાવતા સોનાના દાગીનાની ચોરી કરી નાસી છૂટ્યા હતા. જ્યારે બીજા બનાવમાં માંજલપુર વિસ્તારમાં રહેતા અને એમએસ યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા પ્રોફેસરના મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડા રૂપિયા ૧૫ હજારની ચોરી કરી હતી.

આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા પોલીસે તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. વડોદરા શહેરના રેલવે સ્ટેશન પાસે આવેલી સવગણ સોસાયટી ખાતે રહેતા અસ્મિતાબેન પરમાર ડભોઇ રોડ પર આવેલી શ્રી જગદીશ હોસ્પિટલમાં મેનેજમેન્ટ તરીકેનું કામ કરે છે અને આજ હોસ્પિટલમાં તેઓના પતિ એમડી અને તબીબ તરીકે ફરજ બજાવે છે.

તેઓના ૧૮ વર્ષના દીકરાને કોરોના પોઝિટિવ આવતા તબિયત લથડી હતી. જેથી ગત ત્રીજી ઓક્ટોબરના રોજ તેઓ પોતાના ઘરને તાળું મારી દીકરાની સારવાર અર્થે અમદાવાદની હોસ્પિટલ ખાતે ગયા હતા. દરમિયાન ૫મી ઓક્ટોબરના રોજ તેમના મકાનમાં ચોરી થઇ હોવાની જાણ થઇ હતી. જેથી તેઓ તાત્કાલિક વડોદરા દોડી આવ્યા હતા અને તપાસ કરતા મકાનના મુખ્ય દરવાજાનું તાળું તૂટેલી હાલતમાં જણાઈ આવ્યું હતું.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here