વડોદરામાં જુગાર રમતા ૨૦ જુગારીઓ ઝડપાયાઃ ૧ લાખનો મુદ્દામાલ જપ્ત

0
34
Share
Share

વડોદરા,તા.૮

વડોદરા શહેરના વારસીયા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફે વારસીયા વિસ્તારમાંથી જુગાર રમતા ૨૦ જુગારીયાઓની ધરપડક કરી છે અને એક લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. વારસીયા પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા શહેરની પોપ્યુલર બેકરી પાછળ આવેલા મગનભાઇના વાડામાં કેટલાક લોકો પત્તા-પાનાનો હાર-જીતનો જુગાર રમતા હોવાની બાતમી વારસીયા પોલીસને મળી હતી. પોલીસે બાતમીને આધારે રેડ પાડતા ૨૦ આરોપની ધરપકડ કરી હતી અને રોકડ રકમ અને મોબાઇલ મળીને કુલ ૧,૦૨,૬૪૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

ઠાકુરભાઇ ઓડ, રીતેશ કનોજીયા, ધર્મેશ ચાલકે, રાહુલ ઉર્ફે તુષાર કણસે, સુરેશ ચૌહાણ, પ્રવિણ ઓડ, સુરેશ માળી, ચંદ્રકાંત પ્રજાપતિ, મહેશ ગજમલ, ક્રિષ્ણાસિંગ યાદવ, રવિ ડિગે, સાગર ત્રિવેદી, દિલિપ ઓડ, વિશાલ ઓડ, દર્શનસિંગ સરદાર, સિતારામ દાંડેરાવ, કનુ રાજપુત, મહેશ દાંડેરાવ, બચ્ચનસિંગ સરદાર, તાનાજી પવાર.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here