વડોદરામાં કોરોનાને કારણે વધુ ૩ દર્દીના મોત, કેસની કુલ સંખ્યા ૧૯૫૩ થઇ

0
15
Share
Share

વડોદરા,તા.૨૪

વડોદરા શહેરમાં કોરોના વાઈરસની સારવાર દરમિયાન આજે વધુ ૩ દર્દીના મોત થયા છે. જેમાં ૨ દર્દીના ગોત્રી હોસ્પિટલ અને અને એક દર્દીનું ખાનગી હોસ્પિટલમાં મોત થયું છે. વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસની કુલ સંખ્યા ૧૯૫૩ ઉપર પહોંચી ગઇ છે. વડોદરામાં અત્યાર સુધીમાં કુલ ૧૩૦૩ દર્દી રિકવર થયા છે. વડોદરામાં હાલ ૬૦૦ દર્દી સારવાર હેઠળ છે, જે પૈકી ૧૪૨ દર્દી ઓક્સિજન ઉપર અને ૩૨ દર્દી વેન્ટીલેટર ઉપર છે.

વડોદરા શહેરમાં વારસીયા, બરાનપુરા, વાઘોડિયા રોડ, ફતેપુરા, યાકુતપુરા, નવાપુરા, હાથીખાના, વાડી, પથ્થરગેટ, સમા, હરણી રોડ, દંતેશ્વર અને આજવા રોડ વિસ્તારમાં કોરોના વાઈરસના કેસો નોંધાયા હતા, જ્યારે વડોદરા ગ્રામ્યમાં પાદરા, ડેસર અને સોખડામાં કોરોનાના કેસો નોંધાયા હતા.

કોંગ્રેસ અગ્રણી ભરતસિંહ સોલંકીને કોરોના પોઝિટિવ આવતા વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલી હાર્ટ ઇન્સ્ટિટ્યુટમાં સારવાર આપવામાં આવી રહી છે, ત્યારે તેઓના સંપર્કમાં આવેલા અનેક નેતા અને કાર્યકરોને ક્વોરન્ટીન કરવાની કાર્યવાહી ચાલી રહી છે. આ દરમિયાન વડોદરાના કોંગ્રેસ અગ્રણી મૌલિન વૈષ્ણવનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here