વડોદરામાં કોરોનાના શંકાસ્પદ દર્દીએ આપઘાત કરતા ચકચાર

0
20
Share
Share

વડોદરા,તા.૨૫

સમગ્ર રાજ્યમાં જીવલેણ કોરોનાનો કહેર યથાવત છે, ત્યારે ગુજરાતનાં વડોદરા શહેરમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જેમાં વડોદરાની એસ.એસ.જી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં કોરોનાના શંકાસ્પદ દર્દીએ આપઘાત કર્યો હતો. દર્દી પોતાની બિમારીથી કંટાળીને દર્દીએ આપઘાત કર્યો હતો. કરજણના ૩૫ વર્ષીય દર્દીને કોરોનાના લક્ષણો હતા. ત્રણ દિવસથી શ્વાસ લેવામાં તકલીફ હતી. સાથે જ શરદી,ખાંસી,કફ અને તાવની પણ ફરિયાદ હતી.ગત મોડી રાત્રીએ દર્દીને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયો હતો .કોરોનાનો રિપોર્ટ આવે એ પહેલાં જ કંટાળેલા દર્દીએ આપઘાત કર્યો હતો.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here