વડોદરામાં કોરોનાના પોઝીટીવ કેસનો આંક ૨૧૯૧૫ પર પહોંચ્યો, મૃત્યુઆંક ૨૩૯

0
22
Share
Share

વડોદરા,તા.૯

મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં પોઝિટિવ કેસનો કુલ આંક ૨૧૯૧૫ ઉપર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં મૃત્યુઆંક ૨૩૯ થયો છે. ગત રોજ વડોદરા શહેર જિલ્લામાં આજે વધુ ૧૩૭ દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં કુલ ૨૦,૫૫૬ લોકો કોરોનાને માત આપી ચુક્યા છે. વડોદરામાં હાલ ૧૧૨૦ એક્ટિવ કેસ પૈકી ૧૧૭ દર્દી ઓક્સિજન પર અને ૪૬ દર્દી વેન્ટિલેટર પર છે અને ૯૫૭ દર્દીની હાલત સ્થિર છે.

વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના ૨૧,૯૧૫ પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં ૩૨૬૮, પશ્ચિમ ઝોનમાં ૩૫૪૭, ઉત્તર ઝોનમાં ૪૩૧૩, દક્ષિણ ઝોનમાં ૩૯૪૨, વડોદરા ગ્રામ્યમાં ૬૮૦૯ અને ૩૬ કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

શહેરઃ બાપોદ, ગોકુલનગર, યમુનામીલ, જ્યુબિલીબાગ, ગોત્રી, સુદામાપુરી, દંતેશ્વર, સોમા તળાવ, ફતેપુરા, અકોટા, નવાયાર્ડ, સુભાનપુરા, વારસીયા, વડસર, શિયાબાગ, રામદેવનગર, નવી ધરતી, અટલાદરા

ગ્રામ્યઃ ડભોઇ, વાઘોડિયા, પાદરા, સાવલી, કરજણ, ફર્ટીલાઈઝરનગર, કરોડિયા

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here