વડોદરામાં કોરોનાથી વધુ એક દર્દીનું મોતઃ પોઝિટિવ કેસો ૧૯૧૧ને પાર

0
18
Share
Share

વડોદરા,તા.૨૩

વડોદરા શહેરમાં કોરોના વાઈરસની સારવાર દરમિયાન વધુ એક દર્દીનું મોત થયું છે. વડોદરાના મકરપુરા વિસ્તારમાં આવેલી વૈકુંઠ સોસાયટીમાં રહેતા ૪૮ વર્ષીય લક્ષ્મીપ્રસાદ દેવરાનીનું ગોત્રી હોસ્પિટલમાં મોત થતાં ખાસવાડી સ્મશાનમાં તેમના અંતિમ સંસ્કાર કરાયા હતા.

વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસની કુલ સંખ્યા ૧૯૧૧ ઉપર પહોંચી ગઇ છે. વડોદરામાં અત્યાર સુધીમાં કુલ ૧૨૫૫ દર્દી રિકવર થયા છે. વડોદરામાં હાલ ૬૦૬ દર્દી સારવાર હેઠળ છે, જે પૈકી ૧૩૫ દર્દી ઓક્સિજન ઉપર અને ૩૯ દર્દી વેન્ટીલેટર ઉપર છે.

વડોદરા શહેરમાં સોમવારે ફતેપુરા, વાઘોડિયા રોડ, વાડી, યાકુતપુરા, હાથીખાના, પ્રતાપનગર રોડ, અટલાદરા, માંડવી, હરણી રોડ અને સમા વિસ્તારમાં કોરોના વાઈરસના કેસો નોંધાયા હતા. જ્યારે વડોદરા ગ્રામ્યમાં પાદરા અને કરજણમાં કોરોનાના કેસો નોંધાયા હતા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here