વડોદરામાં કોરોનાગ્રસ્ત વધુ પાંચ દર્દીના મોત, કુલ કેસ ૧૦ હજારની નજીક

0
24
Share
Share

વડોદરા,તા.૧૬

વડોદરા શહેરમાં કોરોના વાઇરસની સારવાર દરમિયાન આજે વધુ ૫ દર્દીના મોત થયા છે. જેમાં માંજલપુરના ૬૦ વર્ષના વૃદ્ધ, વાઘોડિયાના ૫૫ મહિલા અને અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા ૨ કોરોનાગ્રસ્ત દર્દીઓ સહિત ૫ દર્દીના મોત થયા છે. આ ઉપરાંત વડોદરા મહાનગરપાલિકાના એક કાર્યપાલક ઇજનેર પણ કોરોના સંક્રમિત થયા છે.

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસનો કુલ આંક ૯૯૧૮ ઉપર પહોંચ્યો છે અને સત્તાવાર મૃત્યુઆંક ૧૬૪ થયો છે. વડોદરામાં અત્યાર સુધીમાં કુલ ૮૩૬૯ લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ ૧૩૮૫ એક્ટિવ કેસ પૈકી ૧૪૮ દર્દી ઓક્સિજન ઉપર અને ૫૮ દર્દી વેન્ટિલેટર ઉપર છે અને ૧૧૭૯ દર્દીની હાલત સ્થિર છે.

વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના ૯૯૧૮ પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં ૧૬૧૩, પશ્ચિમ ઝોનમાં ૧૬૦૨, ઉત્તર ઝોનમાં ૨૩૫૨, દક્ષિણ ઝોનમાં ૧૯૩૫, વડોદરા ગ્રામ્યમાં ૨૩૮૦ અને ૩૬ કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here