વડોદરામાં ઇન્સ્ટિટ્યૂટ મહિલા કર્મચારી પર ત્રણ દિવસમાં સાત વાર દુષ્કર્મ..!

0
23
Share
Share

વડોદરા,તા.૧૨

રાજ્યમાં બળાત્કારની ઘટનાઓ દિવસે ને દિવસે વધી રહી છે ત્યારે એવું લાગી રહ્યું છે કે, હવસના ભૂખ્યા નરાધમોને જાણે કાયદાનો કોઇ ડર જ નથી રહ્યો તેમ અવારનવાર આવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. છ વર્ષની બાળકીને પીંખતા પણ આ નરાધમો જરા પણ વિચારતા નથી ત્યારે નોકરિયાત મહિલાઓ પર પણ બોસ દ્વારા દુષ્કર્મના કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે. આવો જ એક કિસ્સો વડોદરામાં બન્યો છે જ્યાં એજ્યુકેશનના સંચાલક દ્વારા મહિલા કર્મચારી પર બળાત્કાર ગુજારવામાં આવ્યો છે.

વડોદરામાં મહિલા કર્મચારી સાથે દુષ્કર્મની ઘટના શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. શહેરના જેતલપુર રોડ પર આવેલ ઓરિએન્ટ એજ્યુકેશનના સંચાલક વિજય અગ્રવાલ દ્વારા મહિલા કર્મચારી પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. આ સંચાલકે કોન્ફરન્સના બહાને મહિલા કર્મચારીને ગોવા લઈ ગયો હતો. અને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. આ મામલે મહિલા કર્મચારીએ સંચાલક વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સંચાલકની ધરપકડ કરી લીધી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરા શહેરના ઓરિએન્ટ એજ્યુકેશનના સંચાલક દ્વારા મહિલા કર્મચારીને થોડા સમય પહેલા ૮ લાખ રૂપિયાની મદદ કરવામાં આવી હતી. જેમાં ૩ લાખ રૂપિયાની ચૂકવણી મહિલા કર્મચારી દ્વારા કરી દેવામાં આવી હતી જ્યારે બાકીના રૂ.૫ લાખ આપવાના બાકી હતી. પરંતુ સંચાલકના દિમાગમાં હવસનો કિડો સળવળતા મહિલા પાસે રૂપિયા વસૂલવા માટે શારીરિક સંબંધ બાંધવા દબાણ કરતો હતો.

હાલમાં વડોદરામાં એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટનાનાં સંચાલક વિજય અગ્રવાલનો ‘ગોવાકાંડ’ નામે ચર્ચાઓનું બજાર ગરમ થઇ ગયું છે. ઇન્સ્ટિટ્યુટની મહિલા કર્મચારીનું શારીરિક ગોવામાં ૩ દિવસમાં ૭ દુષ્કર્મ ગુજાર્યું હોવાનું પોલીસ જણાવી રહી છે. મહિલા કર્મચારી દ્વારા પોલીસ ફરિયાદ કરતા શોષણ કરનાર સંચાલકની પોલીસે ધરપકડ કરી લીધી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here