વડોદરાની હોસ્પિટલમાંથી કોરોના શંકાસ્પદ દર્દી ગાયબ થતાં તંત્ર દોડતું થયું

0
15
Share
Share

વડોદરા,તા.૨૫

વડોદરાની ગોત્રી મેડિકલ કોલેજની હોસ્પિટલમાંથી આજે મોડી સાંજે કોરોનાનો એક શંકાસ્પદ દર્દી વોર્ડમાંથી ગાયબ થઈ જતા દોડધામ મચી ગઈ હતી.મળતી વિગતો પ્રમાણે મૂળે આણંદના આ દર્દીને ગોત્રી મેડિકલ હોસ્પિટલમાં કોરોના જેવા લક્ષણોના કારણે દાખલ કરવામાં આવ્યો હતો.જોકે તેનો રિપોર્ટ આવવાનો હજી બાકી છે.

દરમિયાન આજે સાંજે વોર્ડમાં ફરજ બજાવતા મેડિકલ સ્ટાફના ધ્યાનમાં આવ્યુ હતુ કે, આ દર્દી વોર્ડમાં નથી.જેના પગલે તેને શોધવા માટે દોડધામ થઈ ગઈ હતી. આ દરમિયાન મેડિકલ સ્ટાફ દ્વારા દર્દીના ગૂમ થવા અંગે ગોરવા પોલીસને પણ જાણ કરાઈ હતી. સૂત્રોના કહેવા પ્રમાણે આ દર્દી હોસ્પિટલ સંકુલમાંથી જ મળી આવ્યો હતો.તેને ફરી વોર્ડમાં પાછો લવાયો હતો અને ફરજ પરના ડોક્ટરો અને નર્સોએ રાહતનો શ્વાસ લીધો હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here