વડોદરાની શાળામાં વોટર હાર્વેસ્ટિંગ કામગીરીના પીએમ મોદીએ કર્યા વખાણ

0
14
Share
Share

વડોદરા,તા.૨૮

આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મન કી બાતમાં વડોદરા જિલ્લાની ૧૦૦૦ શાળામાં લોકભાગીદારીથી થયેલી વોટર હાર્વેસ્ટિંગની કામગીરીના વખાણ કર્યા. મજિલ્લાની તમામ સરકારી શાળાઓમાં રેઇન વોટર વર્ષા જલ નિધિ પ્રોજેક્ટમાં શિક્ષકો, ગ્રામ પંચાયતના સભ્યો અને વાલીઓનો પણ સાથ સહકાર મળ્યો છે. આ સિસ્ટમથી બાળકો અને વાલીઓને પાણી બચાવવા માટે પ્રેરણા મળશે. વડોદરા વહીવટી તંત્ર અને જીલ્લા શિક્ષણ સમિતીના ટીમ વર્કના કારણે દેશમા પ્રથમ વાર જીલ્લાની શાળાઓમા વોટર હાર્વેસ્ટીગ સિસ્ટમ તૈયાર થઈ છે. જે દર ચોમાસામા વહી જતા પાણીની બચત કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મન કી બાતમાં વડોદરા જિલ્લાની એક હજારથી વધુ પ્રાથમિક શાળાઓમાં વોટર હાર્વેસ્ટિંગની સફળ કામગીરીનો ઉલ્લેખ કર્યો હતો. વડોદરા જિલ્લાની ૧૦૦૦ શાળાઓમાં વોટર હાર્વેસ્ટિંગની કામગીરીના કારણે દસ કરોડ લિટર પાણીનો સંગ્રહ થશે. વડોદરા જિલ્લાની તમામ સરકારી શાળામાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ તૈયાર કરી વડોદરા જિલ્લો દેશમાં પ્રથમ જિલ્લો બન્યો છે. એક વર્ષનો પ્રોજેક્ટ માત્ર ૯ માસમાં જ વહીવટી તંત્રએ પુર્ણ કર્યો છે. વડોદરામાં ગત વર્ષે પૂર આવ્યું હતું ત્યારે વડોદરા કલેકટર અને મ્યુનિસપિલ કમિશનરનો ચાર્જ હાલના વડોદરા કલેકટર શાલિની અગ્રવાલ પાસે હતો.

વરસાદી પાણી કોઈ પણ ઉપયોગ વગર એમ ને એમ વહી જતા કલેકટરએ મુખ્યમંત્રીના જળ સંચય અભિયાનથી પ્રેરણા લઈ વડોદરા જિલ્લાની તમામ ૧૦૦૦ સરકારી શાળામાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ તૈયાર કરવાનો લક્ષ્યાંક સિદ્ધ કર્યો. જે માટે એક વર્ષ નો સમય નક્કી કર્યો અને વર્ષા જલ નિધિ પ્રોજેક્ટનું નામ આપ્યું. વડોદરા કલેકટર, જિલ્લા આયોજન અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, સર્વ શિક્ષા અભિયાનના ઇજનેરોની ટીમે એક વર્ષના બદલે માત્ર ૯ માસમાં જ તમામ ૧૦૦૦ સરકારી શાળામાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમથી સજ્જ કરવામાં સફળતા મળી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here