વડોદરાની પરિણીતાના નામનું ફેક ઇન્સ્ટા એકાઉન્ટ પર બીભત્સ વાતો કરનારની ધરપકડ

0
37
Share
Share

વડોદરા,તા.૧૩

વડોદરાના સેવાસી ગામમાં રહેતી પરિણીત મહિલાના નામે સોશિયલ મીડિયા પર ફેક એકાઉન્ટ ખોલીને બીભત્સ વાતો કરતા રોમિયો સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે અને વડોદરા તાલુકા પોલીસે રોમિયોની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે કામિનીબેન(નામ બદલ્યું છે) સેવાસી ખાતે રહે છે. તેઓ ઇન્સ્ટાગ્રામ પર NICK7_53 નામનું એકાઉન્ટ ધરાવે છે. તેઓના એકાઉન્ટ અને ફોટાનો અજાણી વ્યક્તિએ ઉપયોગ કરીને WOUNDERLUST_ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવીને બીભત્સ લખાણ લખી મેસેજ મોકલવાનું ચાલુ કર્યું હતું. પરિણીતાએ કોઈ રિપ્લાય ન આપતા અજાણ્યા મોબાઇલ રોમિયોએ વધુ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.

આ ઉપરાંત અજાણ્યા યુવાને કામિનીના ફોટોનો ઉપયોગ કરી ઠ૮૮૯૦૮૯૦ નામનું ફેક એકાઉન્ટ બનાવી તે એકાઉન્ટના માધ્યમથી ફરી વખત કામિની સાથે બીભત્સ રીતે વાતચીત શરૂ કરી હતી અને કામિની પાસે તેના નગ્ન ફોટોની માંગણી કરી હતી. દરમિયાન કામિનીએ રોમિયોનું એકાઉન્ટ બ્લોક કરી દીધું હતું. કામિનીએ પોતાનું એકાઉન્ટ બ્લોક કર્યાં બાદ મોબાઇલ રોમિયો અજાણી વ્યક્તિએ અન્ય બીજા એકાઉન્ટથી હેરાન પરેશાન કરવાનું શરૂ કર્યું હતું.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here