વડોદરાની જીએસએફસી કંપનીના વધુ ૩ કર્મી કોરોનાગ્રસ્ત થતા અન્યોમાં ફફડાટ

0
22
Share
Share

વડોદરા,તા.૨૫

શહેરની જીએસએફસી કંપની કોરોનાનુ હોટ સ્પોટ બની રહી છે.આજે જીએસએફસીના વધુ ૩ કર્મચારીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા કંપનીના કર્મચારીઓમાં ફફડાટ વધ્યો છે.જીએસએફસીમાં કોરોનાના હવે આઠ કેસ છે.મળતી વિગતો પ્રમાણે જીએસએફસીના ૩ સિક્યુરિટી કર્મચારીને કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આ સિક્યુરિટી કર્મચારી પૈકીના બે પણ જીએસએફસીની ટાઉનશિપમાં જ રહે છે.જ્યાં રહેતા અને ફાયર ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતા એક કર્મચારીનો ટેસ્ટ પોઝિટિવ આવી ચુક્યો છે.આમ ટાઉનશિપમાં પણ કર્મચારીઓ અને તેમના પરિવારજનોનો ગભરાટ વધ્યો છે.આ પહેલા કંપનીના ફાયર ડિપાર્ટમેન્ટમાં ત્રણ અને માર્કેટિંગ વિભાગમાં બે કર્મચારીઓ કોરોનાની ઝપટે ચઢી ચુક્યા છે.હવે આઠ કેસ સામે આવ્યા છે. સિક્યુરિટી કર્મચારી સાથે ફરજ બજાવતા બીજા કેટલાક કર્મચારીઓને પણ તકેદારીના ભાગરુપે હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here