વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલના વોર્ડમાં સારવાર લેતા દર્દીઓને અન્ય સ્થળે ખસેડાયા

0
19
Share
Share

વડોદરા તા.૮

રાજયમાં કોરોનાની મહામારી સમયે સરકારી અને ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાય રહી છે. ત્યારે આવી સારવાર આપતી હોસ્પિટલોમાં શોક સર્કિટના કારણે આગ ફાટી નીકળવાનાં બનાવોમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. શોક-સર્કિટ થવા પાછળના સાચા કારણો શોધવાનાં બબદલે સ્થાનિક તંત્ર અને સરકાર તરફથી ખોટા અને લૂલા બચાવ કરી પોતાની નિષ્કાળજી-નિષ્ફળતાને ઢાંકી દેવામાં આવે છે. અગાઉ અમદાવાદમાં એક રાજનેતાની ખાનગી હોસ્પિટલ, બાદમાં જામનગરની જી.જી.હોસ્પિટલમાં શોક-સર્કિટના કારણે આગ લાગેલ હતી. જે સમયે દર્દીઓ તેમજ તેના સગા સંબંધીઓમાં અફરાતફરી મચી જવા પામી હતી.

હોસ્પિટલોમાં અવાર-નવાર આગ ફાટી નીકળવા પાછળ વિજપુરવઠાની ઓવરલોડીંગની સતત સ્થિતિના કારણે તેમજ અનેક વોર્ડમાં સતત ચાલતા વાતાનુકુલિત મશીનો, જીવન રક્ષક વિદ્યુત સંચાલીત ઉપકરણો તેમજ વોર્ડમાં જગ્યા મળે તેટલા બેડ ગોઠવી દેવાની વૃત્તિ આગ પાછળ કારણભૂત હોવાનું વિદ્યુત અને આરોગ્ય બાબતોનાં જાણકારોનું કહેવું થાય છે.

કોરોના વોર્ડમાં આગ લાગતાં તત્કાલ પોઝીટીવ દર્દીઓને વોર્ડમાંથી ખસેડી બીજા સ્થળોએ સારવાર માટે ખસેડવા પડી રહ્યા છે. કોરોના પોઝીટીવ દર્દીને ખુલ્લામાં કે જાહેરમાં રાખવા પર પ્રતિબંધ હોવા છતાં અવાર-નવાર આગ લાગે ત્યારે દર્દીઓમાં નાસભાગ મચી છે તે સરકારની ઘોર બેદરકારી ખુલ્લી પાડે છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here