વડોદરાના મ્યુનિ.ના નામે વાયરલ થઈ રહેલી ચેટ, મફતના ગાંઠીયા ખાઈને મત આપનારાઓની સલાહની જરૂર નથી

0
22
Share
Share

વડોદરા,તા.૪

રાજ્યમાં તૂટેલા રોડ રસ્તાના કારણે ભારતીય જનતા પાર્ટીની આબરૂંનું સરેઆમ ધોવાણ થઈ રહ્યું છે. પ્રજા તૂટેલા રસ્તાના મુદ્દે ત્રસ્ત છે તેવામાં વડોદરાના મ્યુનિસિપલ કાઉન્સિલર અને આગેવાન ધર્મેન્દ્ર પંચાલની એક વોટ્‌સએપ ચેટ વાયરલ થઈ રહી છે. આ ચેટમાં પંચાલે લખ્યું છે કે મને વરસાદથી ધોવાયેલા રસ્તાના ખાડાના ફોટા મોકલવા નહીં. ચોમાસામાં ગમે તે સરકાર હોય ખાડા પડે જ છે. જોકે, આ ચેટ મામલે પંચાલ તરફથી કોઈ પણ પ્રકારનો ખુલાસો આપવામાં ન આવતા ચર્ચાઓ વધુ તીવ્ર બની છે. વડોદરા શહેરના વોર્ડ નં-૮ના ભાજપના કાઉન્સિલર અને સ્થાયી સમિતિના સભ્ય ધર્મેશ પંચાલે વોટ્‌સએપ પર ભાજપના આબરૂ ઉડાવતો મેસેજ મૂકતા ભાજપમાં ખળભળાટ મચ્યો છે. વાઇરલ થયેલો મેસેજમાં ચોખ્ખુ લખવામાં આવ્યું છે કે, ‘જાહેર સૂચનાપમને વરસાદથી ધોવાયેલા ખાડાના ફોટા મોકલવા નહીં, કેમકે આવા ખાડા ચોમાસામાં ગમે તે સરકાર હોય પડે જ છે. હું જોવુ જ છું. જેમ કે ૨૦૧૪ પહેલા રોડ પર ખાડાની જગ્યાએ હીરા અને મોતી નીકળતા હતા. આ ઉપરાંત બીજા પેરેગ્રાફમાં જણાવ્યું છે કે, રસ્તા ઉપર પડેલા ખાડા રોડ રસ્તા માટે મેં નરેન્દ્ર મોદીને મત આપ્યો જ નથી. મારૂ લક્ષ્ય હતુ શ્રી રામ મંદિર, કાશ્મિરમાં ૩૭૦ કલમ હટાવી, સમાન નાગરીક ધારો, આતંકવાદી મુક્ત ભારત, શાંતિ સલામતી અને અખંડ ભારતનું નિર્માણે અને આ બધુ જ કરવાના પ્રયાસો નરેન્દ્ર મોદી સરકાર કરે છે. તેનો મને આનંદ સંતોષ છે. બાકી મફતના ગાંઠિયા ખાઇને મત અપનારા મફતીયાઓની સલાહની જરૂર નથી. ઉલ્લેખનીય છે કે વડોદરા-અમદાવાદ અને રાજકોટ જૂનાગઢ, સુરત સહિતના રાજ્યના મહાનગરોમાં પડેલા ખાડાઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા છે. ખાસ કરીને થોડા દિવસો પહેલાં જૂનાગઢના ખાડાની તસવીરોએ આશ્ચર્ય જગાવ્યું હતું. વર્ષ ૨૦૧૭થી રાજ્યમાં ચોમાસા બાદ તૂટતા રસ્તાની તસવીરોએ સોશિયલ મીડિયાને ગાંડુ કર્યુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપ વિરુદ્ધ થયેલા પ્રચાર ’વિકાસ ગાંડો થયો છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here