વડોદરાના કોયલી વિસ્તારમાં શિવમ રેસિડેન્સીમાં વધુ એક વખત કર્ફ્યુ દરમિયાન ચોરી

0
26
Share
Share

વડોદરા,તા.૩૦

વડોદરા શહેરના કોયલી ખાતે આવેલી શિવમ રેસિડેન્સીમાં વધુ એક વખત ચોરીનો બનાવ બન્યો છે. શિવમ રેસિડેન્સીમાં તાજેતરમાં ૨ બાઈકની ચોરીની ઘટના સામે આવી હતી. ગણતરીના દિવસો બાદ સોસાયટીમાં ચોરીનો બીજો બનાવ રાત્રી કર્ફ્યુ દરમિયાન સામે આવતા પોલીસના પેટ્રોલીંગની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે. સોસાયટીમાં વહેલી સવારે ચોરો હાથમાં હથિયાર લઇને ધુસ્યા હોવાનું સીસીટીવી ફુટેજમાં નજરે પડ્યા હતા. છેલ્લા કેટલાય સમયમાં રાત્રી કર્ફ્યુ દરમિયાન ચોરીની અનેક ઘટનાઓ સામે આવી હતી. શહેરીજનો રાત્રે નિકળવાનું ટાળતા હોય છે. પરંતુ પોલીસ બંદોબસ્ત હોવા છતા ચોરો ખુલ્લેઆમ ચોરીની ઘટનાને અંજામ આપતા સીસીટીવીમાં નજરે પડ્યા હતા.

જેને કારણે પોલીસની રાત્રી કર્ફ્યુની કામગીરીની પોલ ખુલી જવા પામી હતી. વધુ એક વખત રાત્રી પેટ્રોલીંગની કામગીરીની પોલ ખોલતી ઘટના સામે આવી છે. શનિવારે વહેલી સવારે કોયલી પોલીસ ચોકીથી ૨૦૦ મીટરના અંતરમાં આવેલ શિવમ રેસિડેન્સીમાં ચોરીની ઘટના સામે આવી છે. સોસાયટીમાં વહેલી સવારે ચોરો હાથમાં હથિયાર લઇને ધુસ્યા હોવાનું સીસીટીવી ફુટેજમાં નજરે પડ્યા હતા. ચોરોએ ૨ બાઈક સહિત એક ઘરફોડ કરી હતી. તથા શિવમ રેસિડેન્સીના બંધ ઘરમાંથી રોકડા ૧૫ હજાર અને સોકેશમાં મુકેલ એન્ટિક વસ્તુની ચોરી કરી નાસી છુટ્યા હતા. શિવમ રેસીડેન્સીમાં અગાઉ પણ ચોરીની ઘટના સામે આવી હતી.

રાત્રી કર્ફ્યુ દરમિયાન ચોરી કરી હતી. ગણતરીના દિવસો બાદ પુનઃ એ જ જગ્યાએ ચોરી થતા પોલીસના સબ સલામતના દાવા પોકળ સાબિત થયા હતા. થોડા મહિના પહેલા એક સાથે ૮ દુકાનોના તાળા ચોરોએ તોડ્યા હતા અને લાખોનો મુદ્દામાલ ચોરી ગયા હતા. ચોરને પકડવા સ્થાનિક પોલીસ તદ્દન નિષ્ફળ નીવડી હતી. અને ખેડા જિલ્લા માં એક ચોરી ના બનાવમાં પોલીસે ચોરોની ધરપકડ કરી હતી. જેમાં તપાસ દરમિયાન વડોદરામાં થયેલી ચોરીનો ભેદ પણ ઉકેલાયો હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here