વડોદરાના ઇટોલા બેઠકની ટિકિટ માટેની સંકલન સમિતિ

0
36
Share
Share

બેઠકમાં કરજણના વર્તમાન અને પૂર્વ ધારાસભ્ય વચ્ચે બોલાચાલી

વડોદરા,તા.૧

આગામી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે ભાજપ દ્વારા પ્રથમ સ્થાનિક નિરીક્ષકો દ્વારા ઉમેદવારોના સેન્સ લેવાની પ્રક્રિયા પૂર્ણ થઇ હતી, ત્યાર બાદ બીજા તબક્કામાં પ્રદેશ તરફથી નિયુક્ત કરેલા નિરીક્ષકો દ્વારા સાંસદો, ધારાસભ્યો અને મંડળની સંકલન સમિતિને નિરીક્ષકો દ્વારા સાંભળવાની બે દિવસની પ્રક્રિયા કરવામાં આવી હતી. જે દરમિયાન કરજણના પૂર્વ ધારાસભ્ય અને વર્તમાન ધારાસભ્ય વચ્ચે ભાંજગડ ઊભી થતાં તેઓ અગ્રણીઓની હાજરીમાં બોલાચાલી પર ઉતરી આવ્યા હતા.

ડભોઇ, ડભોઇ નગર, પાદરા, પાદરા નગર, કરજણ અને શિનોર વિભાગના સાંસદ ધારાસભ્ય અને મંડળ સંકલન સમિતિને પ્રદેશ નિરીક્ષક દેવુસિંહ ચૌહાણ અને પંકજ દેસાઇ દ્વારા સાંભળવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં ખુબ મોટી સંખ્યામાં ટિકિટો માંગવામાં આવી હોવાથી આગેવાનો માટે નામો નક્કી કરવાની પ્રક્રિયા ખુબ અઘરી બની છે. પ્રદેશ નિરીક્ષક દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, પ્રદેશની ગાઈડલાઈન અનુસાર જે બંધ બેસતા હશે તેવાને જ પ્રાથમિકતા આપવામાં આવશે. ગુનાહિત ભૂતકાળ ધરાવનારાઓ પણ ટિકિટની માંગણી કરી હોવાથી તે બાબતે પણ તેમણે જણાવ્યું હતું કે, પ્રદેશના નિયમોનુસાર બધી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

ત્યારબાદ નામો નક્કી કરવામાં આવશે અને અહીંથી નામોની યાદી આખરી પાર્લામેન્ટરી બોર્ડમાં જ રજૂ કરવાની છે અને ત્યાં નામો નક્કી થશે. નિરીક્ષકોની સંકલન બેઠકમાં પાદરા તાલુકાની બેઠકો માટેની ચર્ચામાં દિનુમામા સાથે મંડળની સંકલન સમિતિ સાથે રહીને નિરીક્ષકોને રજૂઆત કરી હતી, ત્યારે કમલેશ પરમાર દ્વારા વ્યક્તિગત રીતે રજૂઆત કરવામાં આવી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here