વડીયા,તા.૨
તાજેતરમાં દેશની ભાજપ સરકાર દ્વારા દેશના ખેડૂત વિરોધી કાયદો સંસદમાં પસાર કરી દેશના ખેડૂતો અને ખેતી ને જે ગળાટૂંપો આપવા સમાન ખેડૂત વિરોધી કાયદાનો સમગ્ર દેશમાં ખેડૂતોની ઉગ્ર વિરોધ કરી રહ્યા છે તેને વડીયા કુકાવાવ તાલુકા કોંગ્રેસ સમિતિ અને તાલુકાના ખેડૂતોનો સંપૂર્ણ તન મન ધનથી ટેકો આપેલ છે
અને દેશની ભાજપ સરકાર દ્વારા પ્રસારિત કરેલા કાયદો પાછો ખેંચી લેવા અલ્ટીમેટમ આપેલ છે અને હાલ ચાલી રહેલા ખેડૂત આંદોલન ને વડીયા કુકાવાવ વિસ્તારના ખેડૂત આગેવાનો ધર્મેન્દ્ર ભાઈ પાનસુરીયા જિલ્લા પંચાયત સદસ્ય, દિલીપભાઈ શિંગાળા શહેર કોંગ્રેસ પ્રમુખ ,રાજેશભાઈ ભેસાણીયા ખેડૂત આગેવાન ,સત્યમ ભાઈ મકાણી ખેડૂત આગેવાન, જસમતભાઈ વઘાસિયા ખડખડ, વિનુભાઈ હનુમાન ખીજડીયા, પ્રમોદભાઈ ગઢીયા, વિનુભાઈ રાંક, રામજીભાઈ પડાયા, વિનોદભાઈ પડાયા, અમરુભાઈ ગળ દ્રારા વડીયા મામલદારને આવેદન પત્ર આપવામા આવ્યુ.