વડિયા પોસ્ટ ઓફિસના જજર્રિત બિલ્ડીંગથી લોકોને હાલાકી…: નવું બિલ્ડીંગની મંજૂરી આપી બનાવવા ઉંધાડની માંગ

0
12
Share
Share

વડિયા, તા. ૨૫

અમરેલી જિલ્લાના ગ્રામીણ તાલુકા મથકમાનુ એક વડિયા છે. વડિયાની પોસ્ટ ઓફિસનુ બિલ્ડીંગ આઝાદી સમયે ૧૯૪૭માં બનાવવામાં આવ્યું હતું. આ બિલ્ડીંગ જજર્રિત છે છતાં પણ કર્મચારીઓ તેમાં કામ કરે છે અને અનેક લોકો તેમાં આધારકાર્ડ, પોસ્ટ બચત, ટપાલ સેવા, પીએલઆઈ વગેરે જેવા કામો માટે મોટી સંખ્યામા આવે છે. તાલુકા મથકની પોસ્ટ ઓફિસ હોવાથી લોકોનો ધસારો વધુ રહે છે, બિલ્ડીંગ જજર્રિત હોવાથી ગમે ત્યારે અકસ્માત સજર્વાનો ભય રહેલો છે. આ બાબતે વડિયાના વતની એવા પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુ ઉંધાડ દ્વારા જનરલ પોસ્ટ માસ્ટર ને નવું બિલ્ડીંગ મંજુર કરી વહેલી તકે બનાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here