વડિયા તાલુકા બાર અને નોટરી એસોસિએશન દ્વારા સોગંદનામા અંગે ઠરાવના વિરોધમાં મામલતદારને આવેદનપત્ર

0
16
Share
Share

રાજ્ય સરકાર દ્વારા કરાયેલા મનસ્વી ઠરાવ સામે વકીલોનો વિરોધ

તલાટીમંત્રીને સોગંદનામાની સતા અપાતા વકીલોનો સખત વિરોધ

વડિયા તા.૧૦

ગુજરાત ની ગતિશીલ સરકાર દ્વારા આજના આધુનિક યુગ પ્રમાણે ગામડામાં આધુનિક ટેક્નોલોજી નો ઉપયોગ કરી ગામડાને ડીઝીટલ બનાવવા તારીખ ૦૬/૧૦/૨૦૨૦ ના રોજ ૨૨(બાવીશ )પ્રકાર ની સેવાઓ ગામડામાં ઓનલાઇન કરી ગ્રામપંચાયત માં તલાટી મંત્રી હસ્તક ની કામગીરી કરવાની સતા બાબત નો ઠરાવ કરવામાં આવ્યો જેમાં જે સોગંદનામા વકીલ અને નોટરી મારફત થતા હતા. તે સતા સરકાર દ્વવારા તલાટી મંત્રી ને આપતા વકીલો આ ઠરાવ નો વિરોધ સમગ્ર રાજ્ય ના નોટરી અને વકીલ મંડળ દ્વવારા કરવામાં આવી રહ્યો છે. આ બાબત ના વિરોધ માં વડિયા ના નોટરી અને વકીલ મંડળ દ્વવારા પણ મામલતદાર ને આવેદનપત્ર આપીને આ મનસ્વી નિર્ણય નો વિરોધ કર્યો હતો. તેમાં જણાવ્યા મુજબ તલાટી મંત્રી ત્રીજા વર્ગના કર્મચારી છે તેઓનો સમાવેશ વર્ગ બે જે ગેઝેટેડ અધિકારી તરીકે થતો નથી અને આવી કોઈ કાયદાકીય જોગવાઈ પણ ના હોય છતાં સરકાર દ્વવારા મનસ્વી રીતે સોગંદનામા ની  સતા તલાટીમંત્રી ને આપી અને વકીલો અને નોટરી ને અન્યાય કરેલ છે. આ પ્રકાર ની સતા આપવાથી અધૂરા અભ્યાસ થી ખોટા સોગંદનામા થવાની પુરી શક્યતા ઓ રહેલી છે અને તેને કારણે પ્રજાને નુકશાની અને ભ્રષ્ટાચાર પણ વધવાની શક્યતા છે. તો સરકાર દ્વવારા લેવાયેલા આ નિર્ણય ને સમગ્ર રાજ્યનું વકીલ મંડળ સખત શબ્દો માં વખોળે છે અને જો સરકાર આ મનસ્વી નિર્ણય પરત નહિ લે તો આવનારા સમય માં ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામા આવી છે. વડિયા તાલુકા ના નોટરી ભીખુભાઇ વોરા, વિપુલભાઈ રાંક, યોગેશભાઈ દવે, મક્વાણાભાઇ વગેરે એ હાજર રહી આવેદનપત્ર વડિયા મામલતદાર ને આપી આ ઠરાવ રદ કરવાની માંગણી કરી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here