વડિયામાં કોરોના ગાઈડ લાઈન મુજબ નવરાત્રી ઉજવાઈ

0
18
Share
Share

રાસની રમઝટના સ્થાને સૂના ચોક જોવા મળ્યા

ઘરે માતાજીના સ્થાપનથી પૂજા અર્ચનાનુ પ્રમાણ વધ્યુ

વડિયા તા.૨૪

કોરોના કાળની અસર  દેશ માંવસવાટ કરતા  તમામ ધર્મ ના લોકો અને તહેવારો પર પડી છે. ભારત નો સૌથી મોટો તહેવાર એટલે નવરાત્રી જેમાં ‘‘માં ‘‘ ની આરાધના  ગરબા ગાઈ અને રાસની રમઝટ થી થાય છે. મોડીરાત સુધી શહેરી પાટર્ીપ્લોટ અને ગ્રામીણ શેરી ગરબીઓ માં ઉજવણી થાય છે. પરંતુ કોરોના કાળમાં આજે ગામડા જે શહેર માં નવરાત્રી માં ગરબી ના મંડપ રાત્રે સૂના સૂના જોવા મળે છે. લોકો પણ સરકાર ની કોરોના ગાઈડ લાઈન નુ સંપૂર્ણ પાલન કરતા જોવા માલી રહ્યા છે. આ ઉપરાંત લોકો કોરોના કાલના હિસાબે ઘરે માતાજી ના કળશ નુ સ્થાપન કરી પૂજા કરતા અને રાતદિવસ ભક્તિ કરતા જોવા મળી રહ્યા છે. કોરોના કાળ માં લોકો જાહેર ભેગા થવા ના બદલે ઘરે જ આરતી કરતા જોવા મળ્યા છે. વાસ્તવ માં કોરોના રોકવા માટે તંત્ર ને પૂરતો સહકાર નવરાત્રી માં જોવા મળી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here