સરપંચ સહીતના આગેવાનો એ બાળકો ને નમસ્તે કરી આવકાર્ય
વડિયા, તા.૧૧
કોરોના મહામારી ના કારણે સમગ્ર રાજ્યમાં છેલ્લા દસ મહિનાથી સ્કૂલ મા જીવંત શિક્ષણ બંધ છે. ત્યારે કોરોના સંક્રમણ ઘટતા ધોરણ ૧૦-૧૨ના કારકિદર્ી ના વર્ષ મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આજથી શાળાઓ મા ચોક્કસ નિયમો ના ચુસ્ત પાલન સાથે શિક્ષણ કાર્ય શરુ કરવામાં આવ્યુ છે.
ત્યારે વડિયા મા આવેલી ગ્રામ પંચાયત સંચાલિત શ્રી સુરગવાળા હાઈસ્કૂલ મા સરપંચ છગનભાઇ ઢોલરીયા, તુષાર ગણાત્રા, ચેતનભાઈ દાફડા , નિલેશ પરમાર અને સ્કૂલ ના સ્ટાફ દ્વવારા બાળકો ને મુખ્ય દરવાજા પર હેન્ડ સેનેટાઇઝર કરાવી, માસ્ક આપી, તમામ બાળકોનુ ટેમ્પરેચર માપી સ્કૂલ મા પ્રવેશ અપાયો હતો. સ્કૂલ ના વર્ગખંડ મા પણ શોસ્યલ ડિસ્ટન્સ થી એક બેન્ચ મા એક જ વિદ્યાર્થીને બેસાડી શિક્ષણ કાર્ય. શરુ કરવામાં આવ્યુ છે. જોકે પ્રથમ દિવસે વિદ્યાર્થીઓ ની હાજરી પાંખી જોવા મળી હતી.