બ્રોડગેજ રેલવેની સુવિધાઓના કામ કરતા વાહનોએ વિસ્તારની ખેતી પાયમાલી તરફ જતા ખેડુતો દ્વવારા આવેદનપત્ર અપાયું
રસ્તાઓ ફેલ અને ચારે કોર ધૂડ નું સામ્રાજ્ય નાના વાહન ચાલકો પણ રસ્તા પર પરેસાન .
વાડિયા,તા.૨૭
જેતલસર- ઢસા રેલવે માર્ગ ને મીટરગેજ માંથી બ્રોડગેજ માં રુપાંતર કરવાની કામગીરી છેલ્લા બે વર્ષ થી ચાલી રહી છે. આ બ્રોડગેઇજની શરુ કામગીરીઓની ઊડતી ધૂળની ડમરીઓ ખેતી ના પાકોને નષ્ટ કરી રહી છે.આ બાબતની આવેદનપત્ર દ્વવારા રજુઆત અને વળતરની માંગણી ખેડૂતોએ મામલતદારને કરી છે.
વડીયાથી ખાખરીયા સુધીના ખેડૂતોના પોતાના ખેતરો માં આજીવિકા રુપી ખેતી કામ કરી જીવન ગુજરાન ચલાવવા વાવેતર છે પણ વાવેતરની જગ્યાએ ખેડૂતોની જમીનમાં કાળી માટીની જગ્યાએ સફેદ જમીનો નજરે પડી રહી છે જે શિયાળુ વાવેતર ના લીલા છમ ખેતરો જોવા મળતાં હોય છે. ત્યારે અહીં માત્ર સૂકી જમીન અને એ પણ તિરાડો પડી ગઇ છે. ત્યારે આ ખેડૂતોના પાકોને તો ઠીક પણ જમીનોમાં પણ કાળી માટીની જગ્યાએ સફેદ માટી જોવા મળી રહી છે…તેનું મુખ્ય કારણ એકજ છે અહીંથી બ્રોડગેઇઝ રેલવેનું કામ શરુ છે જેના આવતા જતા વાહનોની અવર જવરથી આ ખેડૂતોના પાકોને ભારે નુકશાન પહોંચ્યું છે અને આજ મુદ્દાએ ઉપર ખેડુતોએ સરકાર પાસે આવેદન આપીને એક સુવિધા માટે ખેડૂતોની રોજીરોટી છીનવાઈ છે નું વળતર માંગ્યું છે….
૩૫ થી ૫૦ ખેડૂતોની જમીનો ના શિયાળુ વાવેતરમા આ ડમ્પરો અને રેલવેના કામોને લઈને ઊડતી ધૂળની રાતદિવસ ડમરીઓથી નુકશાન થઇ રહ્યું છે અને આજ નુકસાનને લઈને ખેડૂતો પરેશાન થયા છે શરુમાં ખેડૂતો ખુશ હતા કે અમારા બ્રોડગેઇઝ રેલવેનું કામ શરુ થયું છે ત્યારે ખેડૂતોએ હરખ સાથે નાની મોટી પાકોમાં નુકશાનીઓ ગણકારી નહીં પરંતુ આ ગોકળગાય માફક ચાલતા છેલ્લા ત્રણ વર્ષથી ખેડૂતોના ઉભા પાકોનીનુકશાનીઓવેઠી,મગફળી,કપાસ અને શિયાળુ વાવેતરમાં ખેતરોની જમીનોમાંથી છોડ બહાર નીકળીને બળી જતા ખેડૂતોમાં રોષ પણ ભભૂકયો છે અને મામલતદારને આવેદન આપીને ચીમકી પણ ઉચ્ચારી છે કે આગામી દિવસોમાં આ બેફામ બનેલા કોન્ટ્રાક્ટ્રોરો ઉપર લગામ લાદવામાં નહિ આવેતો અમો ટ્રક રોકીને ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરીશું જેની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે. ત્યારે એ જોવાનું રહ્યું કે તંત્ર આ બાબતે કોઇ નિરાકરણ લાવશે કે નહિં.