વડાલીમાં ૨૯ જૂનથી કાર્યરત કરાશે નવું સબસેન્ટર

0
10
Share
Share

પાટણ,તા.૨૫

પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનીવર્સીટી ખાતે બુધવારના રોજ બપોરે ૧૨ કલાકે વહીવટી ભવન ખાતે  કારોબારી બેઠક મળી હતી .જેમાં વિદ્યાર્થીલક્ષી મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. યુનીવર્સીટીના કુલપતિ પ્રો.જે જે વોરાની અધ્યક્ષતામાં મળેલી કારોબારી સભામાં યુનીવર્સીટીના વિવિધ ફેકલ્ટીમાં પ્રેક્ટીકલ પરીક્ષા માટે રીચેકિંગ મંજુર કરાયું હતું .તેમજ પીએચડી કરતા વિદ્યાર્થીઓ માટે કોવિડ -૧૯ અંતર્ગત લોકડાઉનની પરિસ્થિતિને ધ્યાને લઇ એક સેમેસ્ટર નો વધારો કરાયો છે સાથે સાથે પી એચ ડીમાં પાંચ વર્ષથી વધુના સમય માટે ફી માં ઘટાડો કરવામાં આવ્યો છે. આજે મળેલી કારોબારી સભામાં ખાસ કરીને સરકારનો અભિગમ ઉચ્ચ શિક્ષણમાં ડીજીટલ ટેકનોલોજીના વ્યાપક અભિગમને અપનાવવાનો છે

ત્યારે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનીવર્સીટી કેમ્પસ ખાતે આધુનિક રેકોર્ડીંગ સ્ટુડીઓ ઉભો કરવામાં આવશે .જેના માટેની દરખાસ્ત આજે કારોબારી સભામાં મંજુર કરવામાં આવી હોવાનું કુલપતિ પ્રો .જે જે વોરાએ જણાવ્યું હતું. યુનીવર્સીટીની આજની કારોબારી સભાએ મહત્વપૂર્ણ નિર્ણય લેતા હવે આગામી ૨૯ જુન થી વડાલી ખાતે નવું સબસેન્ટર કાર્યરત થશે. આ સેન્ટરનું હાલપૂરતું કાર્યાલય વડાલી કોલેજ ખાતે રહેશે. નવીન સેન્ટરનું ઉદ્ઘાટન આગામી ૨૯ જુનના રોજ ૧૨.૩૯ કલાકે થશે. આ સિવાય કારોબારી બેઠકમાં વિદ્યાર્થીઓના ડીગ્રી સર્ટીફીકેટ યુનીવર્સીટી ખાતે જ પ્રિન્ટ થાય તે માટે વ્યવસ્થા ઉભી કરવાનો નિર્ણય લેવાયો છે.

તો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ની લાગણીને માન આપી યુનીવર્સીટી ખાતે કામ કરતા ૧૧ માસ ના કરાર આધારિત કર્મચારીઓના નવા ઈન્ટરવ્યું ના થાય ત્યાં સુધી તેમની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે.તેમજ યુનીવર્સીટી સંલગ્ન કોલેજોને પણ આજ મુજબ કર્મચારીઓના કરાર લંબાવવા પરિપત્રથી જાણ કરવામાં આવશે.કારોબારી સભામાં યુનીવર્સીટીના કુલપતિ પ્રો . જે જે વોરા, કા.કુલસચિવ ડો.ડી.એમ.પટેલ કારોબારી સભ્યો શૈલેશભાઈ પટેલ, સ્નેહલભાઇ પટેલ, હરેશભાઈ ચૌધરી, દિલીપભાઈ ચૌધરી , અજયભાઈ પટેલ સહીત કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here