વડાપ્રધાન મોદી ૭ ફેબ્રુઆરીએ પશ્ચિમ બંગાળના પ્રવાસેઃ ૫ હજાર કરોડની ભેટ આપશે

0
25
Share
Share

ન્યુ દિલ્હી,તા.૧

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્ર સરકારની ત્રણ યોજનાઓનું ઉદ્ઘાટન કરવા માટે ૭ ફેબ્રુઆરીએ પશ્વિમ બંગાળના હલ્દિયા જશે. આ યોજનાઓના શિલાન્યાસ પછી વડાપ્રધાન એક મોટી જનસભાને સંબોધશે. બંગાળના તમામ ભાજપા કાર્યકર્તા પીએમ મોદીની આ જનસભાની તૈયારીઓમાં લાગ્યા છે. હલ્દિયામાં વડાપ્રધાન જે યોજનાઓનું ઉદ્ઘાટન કરશે, જેનો ખર્ચ આશરે ૫ હજાર કરોડ રૂપિયા માનવામાં આવી રહ્યો છે. આ યોજનાઓમાં પેટ્રોલિયમ મંત્રાલયના ત્રણ પ્રોજેક્ટના ઉદ્ઘાટન પછી વડાપ્રધાન લોકોને સંબોધન કરશે.

પીએમ મોદીનો આ પ્રવાસ તે કારણે પણ મહત્વનો માનવામા આવી રહ્યો છે કારણ કે એપ્રિલ-મેમાં પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી થવા જઈ રહી છે. આ ચૂંટણીમાં ભાજપાએ ૨૦૦થી વધારે સીટો જીતવાનો લક્ષ્ય નક્કી કર્યો છે. વડાપ્રધાન મોદીનો ૧૫ દિવસમાં બીજો બંગાળ પ્રવાસ હશે. આ પહેલા પીએમ મોદી ૨૩ જાન્યુઆરીએ નેતાજી સુભાષ ચંદ્ર બોસની જ્યંતિ ઉપર પશ્વિમ બંગાળ પહોંચ્યા હતા.

પશ્વિમ બંગાળના હાવડામાં રવિવારે થયેલી રેલી બાદ રાજ્ય ભાજપા પ્રમુખ દિલીપ ઘોષે તૃણમૂળ કોંગ્રેસના નેતાઓના ભાજપામાં સામેલ થવા ઉપર કહ્યું કે આજે પણ ગણા લોકો ભાજપામાં સામે થયા છે. પહેલા લોકો ગભરાતા હતા, પોલીસ પરેશાન કરશે પરંતુ હવે લોકો આગળ વધીને ભાજપા જોડાઈ રહ્યાં છે. ગોષે કહ્યુંકે અમે દરેક જિલ્લામાં રેલી કરીશું.

બંગાળ ભાજપા પ્રમુખે કહ્યું કે માત્ર તૃણમૂળ જ નહીં પરંતુ દરેક પાર્ટીઓના લોકો ભાજપામાં જોડાઈ રહ્યાં છે. તેમણે કહ્યું કે અમને હેરાન કરવા માટે આજે પણ અમારી ૧૫૦ બસોને રોકવામાં આવી છે. ઘોષે એલાન કર્યું છે કે આ વધારે દિવસ ચાલશે નહીં.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here