ન્યુ દિલ્હી,તા.૧૯
પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીને લઈને વડાપ્રધાન મોદી બે અઠવાડિયામાં બે વાર પશ્ચિમ બંગાળમાં પ્રચારમાં જોડાશે તેવું આયોજન ભાજપ દ્વારા કરવામાં આવ્યું છે.
પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીને લઈને વિવિધ પાર્ટીઓનો પ્રચાર પુરજોશમાં શરૂ છે. ભારતીય જનતા પાર્ટીઆ વખતે બંગાળમાં એડીચોટીનું જોર લગાવી રહી છે. પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચારમાં મ્ત્નઁએ વડાપ્રધાન મોદી દ્વારા પાર્ટીનો પ્રચાર કરવાનો માસ્ટર પ્લાન બનાવી લીધો છે. વડાપ્રધાન મોદી બે અઠવાડિયામાં બે વાર પશ્ચિમ બંગાળમાં પ્રચારમાં જોડાશે તેવું આયોજન ભાજપ દ્વારા કરવામાં આવ્યું છે
પશ્ચિમ બંગાળમાં પ્રચાર માટે ભાજપના માસ્ટરપ્લાન મુજબ વડાપ્રધાન મોદી બે અઠવાડિયામાં બે વાર બંગાળનો પ્રવાસ કરશે. વડાપ્રધાન મોદી ૨૨ ફેબ્રુઆરીએ નોઆપારાથી દક્ષિણેકેશ્વર સુધીના શહેરના ઉત્તર-દક્ષિણ મેટ્રો કોરિડોરને લીલી ઝંડી બતાવશે. આ જ દિવસે એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે વડાપ્રધાન મોદી હુગલીમાં એક જનસભામાં સંબોધન કરશે.
૭ માર્ચે વડાપ્રધાન મોદી બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં જનસભામાં સંબોધન કરશે એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે. આ જનસભા ભાજપાની પ્રચાર માટેની વિવિધ રથયાત્રાઓના એક સાથે સમાપન સમારોહના સ્વરૂપે યોજાશે. ભાજપાની આ પ્રચાર રથયાત્રાઓ ૨૯૪ વિધાનસભા વિસ્તારોમાં ફરીને આવશે. એક ભાજપા નેતાએ કહ્યું કે રાજ્યના બધા વિસ્તારના નેતાઓને ૭મી માર્ચ પહેલા તેમની રથયાત્રા પૂર્ણ કરવા કહેવામાં આવ્યું છે. રાજ્ય અને કેન્દ્રીય અને કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપના ટોચના નેતાઓ સહિત ભાજપના કાર્યકરો બ્રિગેડ રેલીમાં ઉપસ્થિત રહેશે જ્યાં વડાપ્રધાન મોદી તેમને સંબોધન કરશે.