વડાપ્રધાન મોદીએ શાહ,ડોભાલ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી

0
21
Share
Share

નગરોટામાં માર્યા ગયેલા આતંકીઓ દેશમાં મુંબઇ જેવો હુમલો કરવા ઘૂસ્યા હતા

ન્યુ દિલ્હી,તા.૨૦

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગૃહમંત્રી અમિત શાહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, વિદેશ સચિવ અને શીર્ષ ખુફિયા ઑફિસરોની સાથે નગરોટા એન્કાઉન્ટર પર સમીક્ષા બેઠક કરી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સરકારનું એ માનવું છે કે આતંકવાદી ૨૬/૧૧ની વર્ષગાંઠ પર એક આતંકવાદી હુમલો કરવાની યોજના બનાવી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગુરૂવારની સવારે થયેલી અથડામણમાં ૪ આતંકવાદીઓ માર્યા ગયા હતા. વડપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગૃહમંત્રી, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર, વિદેશ સચિવ અને શીર્ષ ખુફિયા અધિકારીઓ સાથે નગરોટા એન્કાઉન્ટર પર સમીક્ષા બેઠક કરી.

સરકારી સૂત્રો પ્રમાણે આ આતંકવાદીઓ ૨૬/૧૧ હુમલાની વર્ષગાંઠ પર એક આતંકવાદી હુમલો કરવાની તૈયારીમાં હતા. ઉલ્લેખનીય છે કે જમ્મુના નગરોટામાં બન ટોલ પ્લાઝા પર ચેકિંગ દરમિયાન સુરક્ષાદળોએ ૪ આતંકવાદીઓને એન-૪૪ પર ઠાર કર્યા હતા. આતંકવાદી એક ટ્રકમાં છૂપાઈને આવી રહ્યા હતા અને ચેકિંગ માટે રોકવા પર ફાયરિંગ શરૂ કરી દીધું. જવાબી કાર્યવાહીમાં જવાનોએ ટ્રકને વિસ્ફોટથી ઉડાવી દીધું, ત્યારબાદ આતંકવાદીઓ નજીકના જંગલ તરફ ભાગવા લાગ્યા.

૩ કલાક સુધી ચાલેલા ઑપરેશનમાં તમામ આતંકવાદીઓને ઠાર કરી દેવામાં આવ્યા. જમ્મુ-કાશ્મીર પોલીસના આઈજી વિજય કુમારે જણાવ્યું કે, ખુફિયા ઇનપુટ પર ચેકિંગ અભિયાન ચલાવવામાં આવી રહ્યું હતુ. એક ટ્રકની તપાસ શરૂ કરવા પર ફાયરિંગ શરૂ થઈ ગઈ. આ એન્કાઉન્ટર ૩ કલાક સુધી ચાલ્યું. ઑપરેશનને પોલીસ, સીઆરપીએફ અને આર્મીની યૂનિટે અંજામ આપ્યો. આ ચારેય આતંકવાદીઓનો સંબંધ જૈશ-એ-મોહમ્મદ સાથે છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here