વડાપ્રધાન માટે ૮૪૦૦ કરોડનું વિમાન પરંતુ જવાનો માટે બુલેટપ્રૂફ વાહન નથી

0
17
Share
Share

ન્યુ દિલ્હી,તા.૧૦

કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર આકરો શાબ્દિક પ્રહાર કરતાં કહ્યું કે ભારતીય લશ્કરના જવાનો માટે બુલેટપ્રૂફ ટ્રક સુદ્ધાં નથી અને વડા પ્રધાન માટે ૮,૪૦૦ કરોડનું વિમાન ખરીદવામાં આવે છે.

પોતાના વિધાનની સાર્થકતા પુરવાર કરતાં રાહુલે એક વિડિયો ક્લીપ સોશ્યલ મિડિયા પર મૂકી હતી જેમાં લશ્કરી ટ્રકમાં બેઠેલા બે જવાનો આપસમાં વાત કરી રહ્યા હતા કે આપણને નોન-બુલેટપ્રૂફ વાહનમાં મોકલીને આ લોકો આપણા જાન સાથે ખેલી રહ્યા છે… આ વિડિયો ક્લીપ સાથે રાહુલે લખ્યું હતું કે આપણા સીમાડા સાચવતા જવાનો માટે બુલેટપ્રૂફ ટ્રક સુદ્ધાં નથી અને વડા પ્રધાન માટે કરોડો રૂપિયાનું વિમાન ખરીદવામાં આવે છે.

બે દિવસ પહેલાં પણ રાહુલે ટ્‌વીટ કરી હતી કે વડા પ્રધાન માટે ૮,૪૦૦ કરોડનું વિમાન આવ્યું. આટલી રકમ દ્વારા સરહદો સાચવતા જવાનો માટે કંઇક ખરીદી શકાયું હોત. સરહદો પર તનાવ સર્જાયેલો છે. વિમાનની રકમમાંથઈ ત્રીસ લાખ ગરમ વસ્ત્રો, ૬૦ લાખ જેકેટ્‌સ, ૬૭ લાખ જોડી બૂટ, ૧૬,૮૦,૦૦૦ ઓક્સિજન સિલિન્ડર. વડા પ્રધાનને માત્ર પોતાની ઇમેજની ચિંતા છે, દેશના જવાનોની નહીં.

આપણા વડા પ્રધાન કશું જાણતા સમજતા નથી એવું નથઈ, સૌથી ભયજનક વાત એ છે કે એમને વાસ્તવિકતા સમજાવી શકે એવું કોઇ એમની આસપાસ નથી. એમની આસપાસ જે લોકો છે એમનામાં વડા પ્રધાનને મોઢામોઢ કહેવાની હિંમત નથી. રાહુલે ચીનનો પણ વારંવાર ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે ચીને આપણી કમજોરીનો લાભ ઊઠાવ્યો હતો. ચીનને ખ્યાલ આવી ગયો હતો કે મોદીએ દેશને કમજોર કરી નાખ્યો હતો.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here