વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેંગ્લુરૂ પ્રૌદ્યોગિક શિખર બેઠકનું ઉદ્ઘાટન કર્યું

0
14
Share
Share

બેંગ્લુરૂ,તા.૧૯

વડાપ્રધાન મોદી આજે (ગુરુવારે) કર્ણાટકના પ્રમુખ વાર્ષિક પ્રૌદ્યોગિકી સંમેલનનું (બેંગ્લુરૂ પ્રૌદ્યોગિકી શિખર બેઠક-૨૦૨૦) ઉદ્ઘાટન વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કર્યું હતું. આ સંમેલન ૧૯થી ૨૧ તારીખ સુધી આયોજીત કરવામાં આવ્યું છે.સંપૂર્ણ આયોજન વર્ચ્યુઅલ બીટીએસ ૨૦૨૦ના કેન્દ્રના પ્રવાસ દરમિયાન નાયબ મુખ્યપ્રધાન તથા આઇટી, બીટી અને અસએનડટી પ્રધાન સી.એન. અશ્વત નારાયણે કહ્યું કે, અમે બીટીએસને સફળ બનાવવા માટે પર્યાપ્ત સુવિધા ઉભી કરવામાં આવી છે. આ આયોજન સંપૂણ વર્ચ્યુઅલ રીતે કરવામાં આવ્યુંં હતું.

ટેક્નૉલોજીથી પ્રેરિત થઇને ભારતમાં ઘણા ઇન્ક્‌્યૂબેશન સેન્ટર ખોલવામાં આવી રહ્યા છે.ભારતની પાસે બૌદ્ધિક ક્ષમતાની સાથે-સાથે મોટું બજાર પણ છે. આપણું તકનીકી સમાધાન ગ્લોબલ હોવાની સંભાવના રાખે છે.ટેક્નૉલોજી મારફતે આપણે વ્યક્તિઓનું સન્માન વધાર્યું છે. કરોડો ખેડૂતોને ૧ ક્લિકમાં આર્થિક સહાયતા આપી. જ્યારે લોકડાઉન હતું, ત્યારે ટેક્નૉલોજીને સુનિશ્ચિત કર્યું કે, ગરીબોને જલ્દી અને સારી મદદ મળે.ટેક્નૉલોજીના કારણે અમારી યોજનાઓએ તેજ ગતિએ લોકોની જિંદગી બદલી છે.સૂચનના આ યુગમાં પહેલું પગલું કોણ ભરે છે તેનાથી કોઇ ફર્ક પડતો નથી, પરંતુ સૌથી વધારે સારું શું છે તેનાથી ફર્ક પડે છે. કોઇપણ વ્યક્તિ મરજી મુજબ પ્રોડક્શન કરી શકે છે, પરંતુ જે માર્કેટના બધા સમીકરણોને વિક્ષેપીત કરી શકે છે.પાંચ વર્ષ પહેલા અમે ડિજિટલ ઇન્ડિયાની શરૂઆત કરી હતી. મને એ જણાવતા આનંદ થાય છે કે, ડિજિટલ ઇન્ડિયા આપણી જીવનશૈલી બની ગયું છે.અમારી સરકારે ડિજિટલ અને તકનીકી સમાધાન માટે સફળતા પૂર્વક એક માર્કેટ ઉભું કર્યું છે, તેમણે પ્રૌદ્યોગિકી તમામ યોજનાઓનો એક મહત્વપૂર્ણ ભાગ બનાવ્યો છે. દેશની ૨૦૦થી વધુ કંપનીઓ ભાગ લીધોઆ કાર્યક્રમમાં ૨૦૦થી વધારે ભારતીય કંપનીઓ જોડાઇ હતી. સંમેલનમાં ૪,૦૦૦થી વધારે પ્રતિનિધિ અને ૨૭૦ વક્તાઓએ ભાગ લીધો હતો. આ સંમેલન દરમિયાન ૭૫ ચર્ચા સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here