વડાપ્રધાને ફિટનેસ પે ચર્ચા દરમ્યાન કોહલી-મિલિંદ સોમેન સાથે વાત કરી

0
28
Share
Share

ન્યુ દિલ્હી,તા.૨૪

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘ફિટ ઈન્ડિયા’ અભિયાનની પ્રથમ વર્ષગાંઠ નીમત્તે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી સાથે સંવાદ કર્યો હતો. વીડિયો કોન્ફરન્સ દ્વારા પીએમ મોદીએ વિરાટ કોહલી સાથે વાતચીત કરી હતી અને તેમણે ભાતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓના યો-યો ટેસ્ટ વિશે વાત કરી હતી. વિરાટે પીએમ મોદીને જણાવ્યું હતું કે, યો-યો ટેસ્ટની મદદથી ઘણા ખેલાડીઓને ઉચ્ચ સ્તરની ફિટનેસ પ્રાપ્ત કરવામાં મદદ મળી છે. યો-યો ફિટનેસ એ ભારતીય ક્રિકેટર્સનો ફરજિયાત રનિંગ એરોબિક પ્રોગ્રામ છે. ફિટ ઈન્ડિયા અભિયાનની પ્રથમ વર્ષગાંઠ પર પીએમ મોદીએ ટોચના ફિટનેસ નિષ્ણાતો અને પ્રેરણાસ્રોત વ્યક્તિઓ સાથે વીડિયો સંવાદ કર્યો હતો. મોદી આ યો-યો ટેસ્ટ વિશે જાણવા ઉત્સુક જણાતા હતા. તેમણે વિરાટને પૂછ્યું હતું કે શું ટીમના કેપ્ટનને પણ આ ટેસ્ટ પાસ કરવો પડે છે કે તેને મુક્તિ મળી શકે.

કોહલીએ હળવાશમાં પીએમની ઉત્સુક્તાનો જવાબ આપતા કહ્યું કે, આ ટેસ્ટ ફિટનેસના દૃષ્ટિકોરણથી ઘણો મહત્વનો છે. જો વૈશ્વિક ફિટનેસની વાત કરવામાં આવે તો અન્ય દેશની ટીમોની તુલનાએ આપણી ફિટનેસ ઓછી છે અને આપણે તેમાં વધારો કરવો પડે તેમ છે. આ એક સામાન્ય જરૂરિયાત છે. આ ફિટનેસ કાર્યક્રમ અંતર્ગત ૨૦ મીટરના અંતરે રાખવામાં આવેલા કોન સુધી બે વખત ખેલાડીએ દોડવું પડે છે. એક વખત બીપ અવાજ ચાલુ કરવામાં આવે ત્યારે ખેલાડીએ દોડીને બીપ અવાજ પહેલા બીજી સાઈડના માર્ક પર પહોંચવાનું રહે છે. ત્યારબાદના ખેલાડીએ ત્રીજા બીપ અગાઉ ફરી જ્યાંથી શરૂઆત કર્યું હોય તે પોઈન્ટ પર પરત આવવું પડે છે.

વિરાટ કોહલી તેમજ દેવેન્દ્ર ઝાઝરિયા ઉપરાંત આ વીડિયો સંવાદમાં એક્ટર, મોડલ અને રનર મિલિંદ સોમન, ન્યૂટ્રિશનિસ્ટ રુજુતા દિવેકર પણ હાજર રહ્યા હતા. પીએમ મોદીએ ન્યૂટ્રિશનિસ્ટને પોતાની ફિટનેસનું રહસ્ય જણાવતા કહ્યું કે તેમને સરગવાના પાનના પરોઠા બહુ ભાવે છે.

વડાપ્રધાન નોદીએ આ તમામ લોકો સાથે ફિટ ઈન્ડિયા અભિયાન અંગે ચર્ચા કરી હતી. આ ચર્ચામાં તેમણે રુજુતાને જણાવ્યું કે આપણે જે સામાન્ય ખોરાક ખાઈએ છીએ, તેનાથી પણ ફિટ રહી શકીએ છે. કારણ કે તેમાં તમામ પોષક તત્વો સમાયેલા હોય છે.

પીએમએ સરગવાના પાનના પરોઠાની રેસિપી પણ જણાવી હતી. તેમણે કહ્યું કે સપ્તાહમાં એક અથવા બે વખત તેઓ આ પરોઠા થાય છે. તેમણે જણાવ્યું કે આ પરોઠાની રેસિપીને તેઓ પ્રજાને પણ જણાવશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here