જૂનાગઢ તા. ર૩
ભાવિ પતિના અન્ય છોકરી સાથેના અફેર અને સગાઇ તુટી જતા વંથલીના બાલોટ ગામની યુવતીએ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ હતી. જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના બાલોટ ગામની મીરાબેન ઘેલાભાઇ ચૌહાણ(ઉ.વ.૧૭) સગાઇ બે માસ અગાઉ જુનાગઢ નજીકના ડુંગરપુર ગામના રવિ નામનાં યુવાન સાથે થયેલ.પરંતુ ભાવિ પતિ રવિને વંથલીનાં ટીનમસ ગામની છોકરી સાથે અફેર હતુ અને આ કારણ રવિ સાથેની સગાઇ તુટી જતા મીરાને લાગી આવ્યુ હતું.ગત તા. ૧૪ના રોજ મીરાએ પોતાના ઘરે લોખંડના હુક સાથે દરોડા વડે લટકીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો બાદમાં મીરાને જુનાગઢની સીવીલ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું જયાં ગઇકાલે તેણીનું મૃત્યુ થતાં વંથલીના જમાદાર ડી.એમ.બોરીચાએ તપાસ હાથ ધરી છે.
જૂનાગઢ : પ્રેમિકાનાં મોઢા પર પેટ્રોલ છાંટતો પ્રેમી, યુવતિ સારવારમાં
જૂનાગઢના ગોધાવાવ પાટી વિસ્તારમાં રહેતા રસિદાબેન સાજીદભાઈ રાજા (ઉ.વ.૨૮) ને છેલ્લા એકાદ વર્ષથી મહેશ મકવાણા સાથે પ્રેમ સંબંધ હતો અને બંને પરણિત પણ હતા અને આ પ્રેમ સંબંધની મહેશ મકવાણાની પત્ની આરતીબેનને જાણ હતી તેથી તેઓ અવારનવાર રસીદાબેનને ફોન કરી ધમકી આપતા હતા.
પ્રેમમાં ચકના ચૂર થયેલા બંને પરણિત પ્રેમી પંખીડા અવારનવાર ફરવા પણ જતા હતા. ત્યારે આ પ્રેમી યુગલ દિવ ફરવા ગયું હતું અને બીજા દિવસે સવારે પરત ફર્યા બાદ, યુવતી આખો દિવસ શહેરમાં ફરતી રહી હતી, ત્યારે સાંજના આઠેક વાગ્યાના અરસામાં રસીદાબેન શહીદ પાર્કમાં બેઠા હતા ત્યારે મહેશે ત્યાં જઈ, ગાળો કાઢી, લાકડીથી માર મારી અને પેટ્રોલ રસીદાબેનના મોઢા પર ફેંકતા રશિદાથી થોડું પેટ્રોલ પીવાઈ જતા બેભાન થઈ ગયા હતા અને તેણીને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાય હતી. હાલમાં આ પ્રકરણ બી ડિવિઝન પોલીસમાં પહોચ્યું છે અને પોલીસ આ અંગે વધુ કાર્યવાહી કરી રહી છે.