વંથલીના વાલડા ગામે જુગાર રમતા ૮ ઝડપાયા

0
20
Share
Share

એલસીબીએ દરોડો પાડી રોકડ, મોબાઈલ અને બાઈક મળી રૂા.૩.૪૦ લાખનો મુદામાલ કબ્જે

જુનાગઢ, તા.૧૮

જુનાગઢ જીલ્લાના વંથલી તાલુકાના વાડલા ગામે વાડી વિસ્તારમાં ધમધમતી જુગાર કલબ પર એલસીબીએ દરોડો પાડી ૮ શખ્સોની ધરપકડ કરી રૂા.૩.૪૦ લાખનો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

વધુ વિગત મુજબ વંથલી નજીક વાડલા ગામે જીતેન્દ્ર મોહન પટેલની વાડીમાં જુગાર રમાતો હોવાની એલસીબીના ઈન્ચાજર્ પી.આઈ. આર.કે.ગોહીલને મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા વાડી માલીક જીતેન્દ્ર પટેલ, સંજય લક્ષ્મી પટેલ, મહેન્દ્ર લક્ષ્મી પટેલ, અમૃત ઉર્ફે અમુ ધરમશી પટેલ, ભાર્ગવ અરવિંદ જોષી, અજય રસીક મકવાણા, હિતેષ ત્રીકમ લાડવા અને અરવિંદ કરશન ગૌરની ધરપકડ કરી જુગારના પટમાંથી રોકડા ૧.૨૫ લાખ, ૧૦ મોબાઈલ અને ૭ બાઈક મળી રૂા.૩.૪૦ લાખનો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here