વંથલીના ઝાપોદળ ગામે જુગાર રમતા ૭ શખ્સો પકડાયા

0
12
Share
Share

રોકડ અને મોબાઇલ મળી રૂ.પ૬,૮પ૦નો મુદામાલ કબ્જે

જુનાગઢ તા. ૧૬

જુનાગઢ જીલ્લાનાં વંથલી તાલુકાના ઝાપોદળ ગામે જુગાર રમતા ૭ શખ્સોની સ્થાનીક પોલીસ ધરપકડ કરી રોકડ અને મોબાઇલ મળી પ૬,૮પ૦નો મુદામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

વધુ વિગત મુજબ વંથલીના ઝાપોદળ ગામે તેજા તળશી સોલંકીના મકાનમાં જુગાર રમાતો હોવાની પોલીસને મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા તેજા સોલંકી, કનક વલ્લભ દેકીવાડીયા, કિશોર મનજી ટીલવા, યુનુસ કાશમ શાંઘ, જયેન્દ્ર નાનજી દેકીવાડીયા, હસમુખ હરી જાવીયા અને કિરીટ જીવા વદર નામના શખ્સોની ધરપકડ કરી જુગારના પટ્ટમાંથી રોકડ ૪૦૩પ૦ અને ૬ મોબાઇલ મળી રૂ.પ૬૮પ૦ નો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here