વંથલીઃ સાંતલપુર ગૌસેવા સમાજની મંડળીના તબલાવાદકનું અવસાનઃશ્રધ્ધાંજલી અપાઇ

0
22
Share
Share

માણાવદર તા.૨૨

વંથલી તાલુકાના સાંતલપુર ગામની ગૌસેવા સમાજ મંડળીના તબલાવાદક બાબુભાઈ ( બાધાભાઇ) પોપટભાઈ મોણપરા નું ટુંકી બિમારી બાદ અવસાન થતા તેમને ગૌસેવા સમાજ મંડળી તરફથી શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી.

બાબુભાઈ ની સામાન્ય પરિસ્થિતિ હતી છતા માત્ર સેવા ભાવથી ગૌસેવા સમાજ મંડળી માં વરસો સુધી તબલચી તરીકે સેવા આપી હતી ગામમાં તેમજ આજુબાજુના ગામોમાં મંડળી જાય તેની સાથે બાબુભાઈ મોણપરા સાથે જ હોય છે અને પોતાની સેવા આપે છે.

સાંતલપુર ગામમાં કોઈ પણ ધાર્મિક કાર્યક્રમ હોય એટલે બાબુભાઈ અચુક કમરે તબલા બાંધી ને તબલા વગાડતા હોય છે. બાબુભાઈ ના જવાથી મંડળીને મોટી ખોટ પડી છે. મંડળીના નાગજીભાઈ પેથાણી, ગાંગજીભાઇ સાવલીયા,  ગીરધરભાઇ મોણપરા, ધીરુભાઇ બાબરીયા, જીણકાભાઇ મોણપરા, વંથલી માર્કેટીંગ યાર્ડના ડે.ચેરમેન કડવાભાઇ મોણપરા, ગામના સરપંચ રસીકભાઇ પેથાણી, અરજણભાઈ મોણપરા, મનસુખભાઈ કાપડિયા, દિનેશભાઇ પેથાણી, ચંદાભાઇ દુધાત્રા સહીતના સભ્યો એ ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી હતી તેમ અખબારી યાદીમાં ભરતભાઈ મોણપરા એ જણાવ્યું હતું

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here