વંથલીઃ વાહન ચોરી તથા ઘરફોડનાં ત્રણ આરોપીને ઝડપી લેતી પોલીસ

0
43
Share
Share

જૂનાગઢ, તા.૨૯

વંથલી પોલીસે ચોરીનો ભેદ ઉકેલવા તપાસ કરતા ત્રણ તસ્કરોને ઝડપી લઈને ત્રણ ઘરફોડ ચોરી અને એક વાહન ચોરીનો ભેદ ઉકેલીને ચોરાયેલ લાખાનો મુદ્દામાલ રીકવર કરેલ કર્યોે છે. વંથલીના નવનિયુકત પીએસઆઈ, બી.કે. ચાવડા સહિતના સ્ટાફે બાતમીના આધારે ઘરફોડ ચોરીના કેસમાં વંથલીના ડુંગરી ગામના જયેશ કાંતિલાલ રાઠોડ, કચ્છના ગાંધીધામના મહેશ ગુલાબ, જમણપરીયા, જામનગરના ચેતન દિનેશ મસાલીયા નામના ત્રણ શખ્સોને ઝડપીને પુછતાસ કરતા ત્રણ ધરફોડ ચોરી અને એક વાહન ચોરીનો ભેદ ઉકેલ્યો હતો પોલીસે જણાવ્યું હતું કે આ ટોળકી પાસેથી એક મોબાઈલ તથા ૬૭૫૦૦ ની કિંમતના સોનાના ઢાળા, મીની ટ્રેકટર ત્રણ બાઈક ચોરીનો ભેદ ઉકેલી મુદામાલ રીકવર કર્યોે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here