વંથલીઃ ટીકર ગામે પાક નિષ્ફળ જતાં વૃધ્ધ ખેડૂતનો આપઘાત, ગામમાં ઘેરો શોક

0
23
Share
Share

જુનાગઢ તા. ૨૬

વંથલીના ટીકર ગામે ભારે વરસાદને કારણે ૧૦ થી ૧૨ વીઘા જમીનમાં  સદંતર પાક નિષ્ફળ જતા, વૃદ્ધ ખેડૂતે ઝેરી દવા ગટગટાવી જઈ આપઘાત કરી લેતા, સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી છે, તો નાનકડા એવા ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

અતિ વરસાદ અને કોરોનાના કારણે ચાલુ વર્ષ ખેડૂતો માટે ખૂબ મુશ્કેલ બન્યું છે. એક તરફ કોરોના મહામારીને કારણે ખેડૂતોના પાકને યોગ્ય ભાવ નથી મળી રહ્યા, અને બીજી તરફ ચાલુ વર્ષે ભારે વરસાદના પગલે ખેડૂતોનો પાક નેસ્ત નાબુદ થયો હતો. અનેક ખેડૂતોના પાક નિષ્ફળ જતા ખેડૂતો કંટાળી હારી ગયા છે, અને મોતને વહાલુ કરવવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે  જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ટીકર ગામે પરસોતમભાઈ પટેલ (ઉ.વ. ૬૦) નામના વ્યક્તિ એ પાક નિષ્ફળ જવાને કારણે પોતાની વાડીએ ઝેરી દવા ગટગટાવી જઈ આપઘાત કરી લેતા. આ ઘટનાથી નાનકડા એવા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર વંથલી તાલુકાના ટીકર ગામના પરસોતમભાઈ પટેલ (ઉ.વ. ૬૦) એ પોતાની ૧૦ થી ૧૨ વીઘા જમીનમાં પાક વાવ્યો હતો, ત્યારે આ વર્ષે ભારે વરસાદ અને ખેતરમાં પૂરના પાણી ફરી વળતા પાક સાવ નિષ્ફળ ગયો હતો, અને આ જ ચિંતામાં પરસોતમભાઈએ પોતાની વાડીએ ઝેરી દવા ગટગટાવી જઈ આપઘાત કરી લીધો હતો. કોરોના મહામારીને કારણે સર્વત્ર આર્થિક મંદીનો માહોલ છે, ત્યારે ખેડૂતોને પણ આજીવિકાના એકમાત્ર સાધન સમી જમીનમાં ઉત્પાદન નિષ્ફળ જતા અને ખેડૂતોની હાલત કફોડી બની જવા પામી હોવાની બૂમો છે, તથા રાજ્ય સરકાર દ્વારા અનેક રાહત પેકેજો જાહેરાતો કરવામાં આવ્યા છે પરંતુ હજુ સુધી ખેડૂતોને આ સહાય ન મળી હોય તેવી વાતો પણ ખેડૂતો કરી રહ્યાં છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here