લો, હવે અમે તો સદાય માટે હાથ ધોઈ નાખ્યાં.. બિહાર ચૂંટણી કોરોના કાળમાં એસિડ ટેસ્ટ સમાન

0
26
Share
Share

લો, હવે અમે તો સદાય માટે હાથ ધોઈ નાખ્યાં.. બિહાર ચૂંટણી કોરોના કાળમાં એસિડ ટેસ્ટ સમાન

છે ચૂંટણી પણ હવે જરુરી આ રાજકાજમાં, થઈ જશે ચટણી સ્વાસ્થ્ય કેરી આ ભાઈ તમારા રાજમાં..

આમ તો જેનો ડર સતત સતાવતો હોય તેવી ઘટના પણ બને, જૂઓ તો ખરાં ચુંટણી પણ આ કોરોના કાળમાં યોજવાની જાહેરાત ગઈકાલે ચૂંટણી પંચે કરી દીધી. બિહાર રાજ્યમાંથી આ કોરોનાનાં કપરાં કાળમાં ચૂંટણીનાં શ્રી ગણેશ કરવામાં આવશે. તારીખો પણ તંત્ર દ્વારા જાહેર કરવામાં આવી. દેશની અન્ય વિસ્તારોમાં ખાલી પડેલી બેઠકોની ચૂંટણીની તારીખો જાહેર કરવા માટે કે ચૂંટણી સંદર્ભે તા. ૨૯મી સપ્ટેમ્બર નાં રોજ બેઠકમાં ચૂંટણી યોજવી કે નહીં તેનો નિર્ણય થશે એવું જાણવા મળે છે. એટલે કે હાલતૂર્ત ગુજરાતમાં તો ચૂંટણી ટળી છે પરંતુ એક વાત તો ચૂંટણી પંચનાં વલણ પરથી સ્પષ્ટ થઈ ગઈ છે કે આવા કોરોના સંક્રમણનાં કપરાં કાળમાં પણ ચૂંટણી પંચ ચૂંટણી યોજવાની તરફેણમાં હોય તેવું લાગે છે. જો કે આ માટે પંચે પણ શ્રેણીબદ્ધ વ્યવસ્થાનું નિર્માણ કરવાની પણ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. જેમાં પીપીઈ કીટ્‌સ, સેનિટાઈઝાઈઝર કે સાબુ માસ્ક વગેરેનો તંત્ર દ્વારા ઉપલબ્ધતા કરાવવાની પણ નિદર્ેશ કર્યો છે. મતદાન મથકોમાં પણ મતદારોની વચ્ચે છ ફૂટનું અંતર પણ રાખવું વગેરે.

જો કે વિશ્વના ૭૦ થી વધારે દેશોએ ચૂંટણી ટાળી છે એ પણ જાણવા મળ્યું છે. હા, ઈઝરાયેલ જેવા દેશમાં તો લોક ડાઉનનો બીજો તબક્કો અને એ પણ ચુસ્ત લોક ડાઉન તો વળી બ્રિટેનના હાલ પણ કંઈક અંશે આવા જ છે. અને બ્રાઝીલમાં યોજાતો વિશ્વ પ્રસિદ્ધ રિયો – ડિ- જાનેરો માં ઉજવાતો ઉત્સવ પણ આ કોરોનાનાં કપરાં કાળમાં બંધ રાખવામાં આવશે તેવું પણ જાણવા મળ્યું. આવી પરિસ્થિતિમાં ભારત દેશમાં હાલનાં તબક્કે તો સંક્રમણનો વ્યાપ સતત વધી રહ્યો છે. અમુક રાજ્યો સાથે તો આપણાં પ્રધાનમંત્રી એ ઓન લાઈન વિચાર વિમર્શ પણ કર્યો છે કે આ સંક્રમણ પર અંકુશ કેવી રીતે મેળવવો.

લોક ડાઉનનાં શરુઆતમાં પ્રથમ દિવસોમાં એમ લાગતું હતું કે આ લોક ડાઉન લાગું કરવાથી સંક્રમણને ખાળી શકાશે પરંતુ એ આશાઓ આજે છમાસ પછી પણ ઠગારી નીવડી હોય તેવી સ્થિતિમાં જો કે ચૂંટણી યોજાઈ તે કેટલું માનવજાત માટે સુરક્ષિત હશે તે તો આવનારો સમય જ કહેશે. આમ પણ કોરોનાનાં ખૌફથી જ સંસદનું સત્ર પણ ટૂંકી મુદતનું યોજાયું. પ્રશ્નકાળને હાલ પૂરતો વિરામ આપવામાં આવ્યો એવી જ રીતે ગુજરાત વિધાનસભાની કાર્યવાહી પણ ખૂબ ટૂંકા ગાળામાં થયેલી જોવા મળી. આ બાબતે પણ વિચારવાનું તો છે જ. વળી ચૂંટણી પંચે દર્શાવેલી તમામ ગાઈડલાઈનસનું ચુસ્ત પણે પાલન કેવી રીતે થશે એ પણ એક યક્ષ પ્રશ્ન તો છે જ અને કોરોનાનાં ખૌફથી લોકો પણ મતદાન કરવા જશે કે કેમ? તે અંગે પણ અનિશ્ચિતતા પ્રવર્તે તો છે જ. તેમજ તમામ રાજકીય પક્ષો ચૂંટણી પ્રચાર અને પ્રસાર માટે  કેટલે અંશે આ તમામ નિયમોનું પાલન કરશે એ પણ વિચાર માગી લે તેવી બાબત છે. હા, આમ પણ ચૂંટણી સમયે આચાર સંહિતાનો ઘણી વખત ભંગ થતો પણ આપણે તો જોયો જ છે. સૌથી મહત્ત્વનો અને અગત્યનો મુદ્દો તો માનવીનાં સ્વાસ્થ્ય સુરક્ષાનો છે. અને નિયમો ભંગ થાય અને સંક્રમણ વધુ ફેલાઈ તો તેને અંકુશમાં કેમ લેવું તે અંગે તો હજુ પણ તંત્ર વામણું જ સાબિત થયું છે અને આવી પરિસ્થિતિ નિર્માણ થાય પછી તો ઈશ્વર જ તારણહાર. કોઈ પર દોષ કે આરોપ મૂકીને પણ પરિસ્થિતિ તો થોડી બદલી શકાશે?   આમ પણ એક કહેવત છે કે સાંધા એટલાં વાંધા એ બાબતને પણ લક્ષમાં તો લેવી પડશે. આમ તો આ કોરોનાનાં સંક્રમણથી બચવાનો ઉપાય પણ હાલ પૂરતી તો સાવધાની જ છે. પરંતુ એનું જ ચીર હરણ થશે તો? શું આપણાં દેશમાં લાખોની કે કરોડોની સંખ્યામાં હોસ્પિટલમાં બેડની સુવિધાઓ ઉપલબ્ધ છે ખરી? આ પણ વિચારવું તો પડશે. જો કે સરકાર પણ હવે આમ તો લોક ડાઉનની તરફેણમાં ન હોય તેવું લાગે છે. પરંતુ માત્ર રસી ઉપર મદાર રાખીને સ્વાસ્થ્ય સુરક્ષા અંગે બેદરકારી રાખવી થોડી પાલવે? હા, ધંધા રોજગાર, ઉદ્યોગો ફરી ધમધમતાં થાય તો લોકોની આર્થિક હાલતમાં સુધારો મળે પરંતુ સ્વાસ્થ્ય માટે સુરક્ષા પણ એટલી જ જરુરી છે. કેટલાક મુંબઈ શહેરનાં લોકલ ટ્રેનોના વિડિયો પણ વાયરલ થતાં જોવા મળે છે કે જેમાં મુંબઈની લોકલ ટ્રેનોમાં મુસાફરોથી ખીચોખીચ ભરેલાં યાત્રી ડબ્બામાં સોશ્યલ ડિસ્ટન્સીંગનાં ધજાગરા ઉડતાં જોવા મળે છે. અને તંત્ર આ અંગે પણ શું કરે? બહુ બહુ તો નિયમભંગ બદલ દંડ! જો કે ભારત વસ્તીની દ્રષ્ટિએ પણ એક વિશાળ દેશ છે. ટૂંકા સંસાધનો અને વિશાળ વસ્તી ધરાવતા દેશનું તમામ ક્ષેત્રે ધ્યાન અને માવજત રાખવી એ પણ પડકારજનક તો છે જ અને ચૂંટણી પંચ પણ આ બાબતે સુપેરે માહિતગાર તો હશે જ.!!

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here