લોહીનું જામી જવું એટલે શું?

0
36
Share
Share

તમને શરીર પર સામાન્ય ઈજા થાય ત્યારે તમે જોયું હશે કે થોડીવાર પછી લોહી નીકળતું હતું તે એકથી ત્રણ મિનિટમાં બંધ થઈ જાય છે તે જગાએ નાનો ક્લોટ (ગઠ્ઠો) થયેલો તમને દેખાય છે. આને કારણે વધારે પડતું લોહી નીકળતું બંધ થઈ જાય છે.આને એક્ષટર્નલ ક્લોટિંગ કહેવાય આમ થવાનું કારણ તમારા લોહીમાં રહેલા ઝીણા કોષ જેને પ્લેટલેટસ કહે છે તે લોહીના પ્રવાહી ભાગ પ્લાઝમામાં રહેલા ’પ્રોટીન્સ’ સાથે મળીને વાગ્યું હોય તે જગાએ ક્લોટ બનાવે છે જેથી તે જગાએથી લોહી નીકળતું બંધ થઈ જાય. આ એક પ્રકારની તંદુરસ્ત શારીરિક પ્રક્રિયા છે જેનાથી શરીરનું રક્ષણ થાય છે.આનાથી ઊલટું કોઈકવાર લોહીની નળીઓમાં જરૃર ના હોય ત્યારે ક્લોટ (ગઠ્ઠો) થાય છે. જે લોહી બંધ કરવા માટે હોતો નથી. આ એક પ્રકારની જોખમી પ્રક્રિયા છે. આને ઈન્ટરનલ ક્લોટિંગ કહે છે.

આ પ્રકારનું ક્લોટિંગ હૃદયમાંથી શરીરના અંગોને લોહી પહોંચાડનાર એટલે કે લોહી લઈ જનારી નળીઓ ધમની અથવા આર્ટરી અને લોહી પાછું હૃદયમાં લઈ જનારી નળીઓ શિરા અથવા વેઇન્સ બન્નેમાં થઈ શકે છે.આ ક્લોટ્‌સ અથવા ’’થ્રોમ્બસ’’ને કારણે લોહી નળીઓમાં જતો લોહીનો પ્રવાહ રોકાઈ જાય છે આને કારણે જે ભાગને લોહી મળવાનું હોય ત્યાં ’’ઈન્ફ્રાક્ટ્‌સ’’ થાય છે એટલે તે ભાગને ઓક્સીજન મળતો નથી તેથી હાર્ટએટેક, સ્ટ્રોક અને તેવી ઘણી તકલીફો થાય છે.

જો તાત્કાલિક પગલાં ન લેવામાં આવે તો કેટલાક કિસ્સામાં મૃત્યુ પણ થાય. શરીરના દરેક નાના મોટા અવયવને લોહી સારી રીતે મળે અને કોઈ પણ રોગ ના થાય એ ખૂબ જરૃરી છે.વૈજ્ઞાનિકોનું એવું માનવું છે કે સમાજના મોટાભાગના લોકો ’’ઈન્ટરનલ બ્લડ ક્લોટિંગ’’ના શારીરિક ચિન્હો વિષે જાણતા નથી અથવા આવા ચિન્હો હોય તો તેઓ તે માટે બેદરકાર રહે છે. કદાચ આજ કારણે એટલે કે ’’ઈન્ટરનલ બ્લડ ક્લોટિંગ’’ને કારણે અચાનક મૃત્યુ  થવાના કિસ્સા વધતાં જાય છે. ’’ઈન્ટરનલ બ્લડ ક્લોટિંગ’’ શરીરમાં ક્યાં થઈ શકે અને તેનું પરિણામ શું આવે?હૃદયને લોહી પહોંચાડનારી એક કે વધારે લોહીની નળીઓમાં ક્લોટ થયો હોય ત્યારે હૃદયના સ્નાયુના ભાગને લોહી નહીં મળવાથી તે નાશ પામે આને ’’હાર્ટ એટેક’’ કહેવાય.

મગજને લોહી પહોંચાડનારી એક કે વધારે લોહીની નળીઓમાં ક્લોટ થયો હોય ત્યારે મગજના ભાગને લોહી મળતું એટલે ઓક્સીજન મળતો બંધ થાય ત્યારે ’’સ્ટ્રોક’’ અથવા ’’બ્રેઇન એટેક’’ આવ્યો કહેવાય.એજ રીતે આંખને લોહી પહોંચાડનારી નળીઓમાં ક્લોટ થાય તો આંખની ’’રેટિના’’ને નુકશાન થાય અને માનવી આંધળો થઈ જાય.જો આર્ટરીમાં કે વેઇનમાં ક્લોટ થયો હોય તેને ’’થ્રોમ્બોસીસ’’ કહેવાય. જ્યારે ક્લોટ વેઇનમાં થયો હોય ત્યારે વેઇનમાં સોજો આવે એટલે એ પરિસ્થિતિને ’’થ્રોમ્બા ેફલેબાઇટિસ’’ કહે છે આના બે પ્રકાર છે. જો ચામડીની પાસે ક્લોટ થયો હોય તેને ’’સુપરફિશિયલ થોમબો ફલેબાઇટ્‌સ’’ કહે છે અને જો ક્લોટ ચામડીની નીચે (ડીપ) રહેલી મોટી વેઇનમાં થયો હોય તો તેને ’’ડીપવિનસ થ્રોમ્બોસીસ’’ અથવા ’’ડી.વી.ટી.’’ કહે છે.

 

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here