લોહિયા હોસ્પિ.ના રેસિડેન્ટ ડોક્ટર્સનો રસી માટે ઈનકાર

0
25
Share
Share

રેસિડન્ટ ડૉકટર્સે મેડિકલ સુપ્રિટેન્ડેન્ટને લેટર લખીને કોવેક્સીનની જગ્યાએ કોવિશીલ્ડ રસી લગાવા માગ કરી

નવી દિલ્હી, તા.૧૬

દેશમાં શનિવારના રોજ કોરોના વેક્સીનેશન પ્રોગ્રામ શરૂ થઇ ગયો છે. આની વચ્ચે દિલ્હીમાં રામ મનોહર લોહિયા હોસ્પિટલના ડૉકટર્સે કોવેક્સીન લગાવા પર નારાજગી વ્યકત કરી છે. કહેવાય છે કે આરએમએલ હોસ્પિટલના રેસિડન્ટ ડૉકટર્સે મેડિકલ સુપરિટેંડેંટને લેટર લખીને કોવેક્સીનની જગ્યાએ કોવિશીલ્ડ રસી લગાવાની માગણી કરી છે. જો કે આ સંબંધમાં હોસ્પિટલની તરફથી હજી કોઇ પ્રતિક્રિયા સામે આવી નથી.

પત્ર અનુસાર રેસિડન્ટ ડૉકટર્સનું કહેવું છે કે અમે આરડીએના હાલના સભ્ય છે. અમને એ માહિતી મળી છે કે હોસ્પિટલમાં આજે કોવિડ વેક્સીનેશન ડ્રાઇવ ચલાવી રહ્યા છે. આ ડ્રાઇવમાં ભારત બાયોટેકની તરફથી વિકસિત કરાયેલ કોવેક્સીનને કોવિશીલ્ડને વધારે પસંદ કરવામાં આવી રહી છે. અમે તમને જણાવવા માટે એ માહિતી લાવવા માંગીએ છીએ કે રેસિડન્ટ ડૉકટર્સને કોવેક્સીનના ટ્રાયલ પૂરું ના થવાના લીધે કેટલીક આશંકાઓ છે. સાથો સાથ તેનાથી વેક્સીનેશનનો ઉદ્દેશય પૂરો થશે નહીં.

કોવિડ-૧૯ રસીકરણ અભિયાન શનિવારે દિલ્હીમાં શરૂ થયું. મહામારી સામેની જંગમાં અગ્રીમ મોરચા પર તૈનાત સ્વાસ્થ્ય કર્મચારીઓને સૌથી પહેલાં રસી આપવામાં આવી રહી છે. ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ  હોસ્પિટલના ડૉકટરો, નર્સો અને આરોગ્ય કર્મચારીઓને પણ રસી આપવામાં આવી હતી.

આ પહેલા એઈમ્સના ડિરેક્ટર ડો.રણદીપ ગુલેરિયાએ કોવેક્સિનને બેકઅપ ગણાવ્યો હતો. જો કે, ભારત બાયોટેકના સીઈઓએ પણ એમ્સના ડાયરેક્ટરના આ નિવેદન પર આપત્તિ વ્યક્ત કરી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here