ગિરગઢડા તા ૧૭
વાંકાનેર લોહાણા મહાજન, ટંકારા લોહાણા મહાજન, હળવદ લોહાણા મહાજન, પડધરી લોહાણા મહાજન ના આગેવાનો સહીત જ્ઞાતિ ની વિવિધ સંસ્થાઓ ના પ્રતિનિધીઓ ની પ્રેરક ઉપસ્થિતી
લોહાણા મહાજન-મોરબી દ્વારા સમસ્ત લોહાણા સમાજની આંતરરાષ્ટ્રીય સ્તર ની માતૃસંસ્થા લોહાણા મહાપરિષદ ના નવનિયુક્ત પ્રમુખ સતિષભાઈ વિઠ્ઠલાણી તથા લોહાણા મહાપરિષદ મહીલા વિભાગ ના આંતરરાષ્ટ્રીય પ્રમુખ રશ્મિબેન વિઠ્ઠલાણીનો અભિવાદન સમારોહ જલારામ પ્રાર્થના મંદિર-મોરબી ખાતે યોજવા મા આવ્યો હતો.
આ તકે જ્ઞાતિ ની વિવિધ સંસ્થાઓ ના અગ્રણી ઉપરાંત મોરબી-વાંકાનેર-હળવદ-ટંકારા-પડધરી લોહાણા મહાજન ના આગેવાનો દ્વારા સતિષભાઈ વિઠ્ઠલાણી તથા રશ્મિબેન વિઠ્ઠલાણીનુ અદકેરુ સન્માન કરવામા આવ્યુ હતુ. આંતરરાષ્ટ્રીય સ્તરે લોહાણા સમાજ ના ઉત્કર્ષ અને વિકાસ માટે કાર્યરત લોહાણા મહાપરિષદ ના નવનિયુક્ત પ્રમુખ દ્વારા આગામી સમય મા જ્ઞાતિ ના ઉત્કર્ષ માટે હરહંમેશ કટીબધ્ધ રહેવા કોલ આપ્યો હતો.
આ તકે મોરબી લોહાણા મહાજન પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી, ચંદ્રવદનભાઈ પુજારા, વિવિધ સંસ્થાના આગેવાનો એ ઉપસ્થિત રહી નવનિયુક્ત બંને પ્રમુખો નુ અભિવાદન કર્યુ હતુ